________________
૧૯૮
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું નથી, માત્ર પોતાની મતિકલ્પનાથી સ્વછંદપણે અધ્યાત્મગ્રંથ વાંચ્યા છે, અથવા શુષ્કજ્ઞાની સમીપથી તેવા ગ્રંથ કે વચને સાંભળી લઈને પિતાને વિષે જ્ઞાનીપણું માગ્યું છે, અને જ્ઞાની ગણાવાના પદનું એક પ્રકારનું માન છે તેમાં તેને મીઠાશ રહી છે, અને એ તેને પક્ષ થયે છે, અથવા કોઈ એક કારણવિશેષથી શાવામાં દયા, દાન, અને હિંસા, પૂજાનું સમાનપણું કહ્યું છે તેવાં વચનને તેને પરમાર્થ સમજ્યા વિના હાથમાં લઈને માત્ર પિતાને જ્ઞાની મનાવા અર્થે, અને પામર જીવન તિરસ્કારના અર્થે તે વચનને ઉપયોગ કરે છે, પણ તેવાં વચને કયે લક્ષે સમજવાથી પરમાર્થ થાય છે તે જાણતા નથી. વળી જેમ દયાદાનાદિકનું શામાં નિષ્ફળપણું કહ્યું છે તેમ નવપૂર્વ સુધી ભણ્યા છતાં તે પણ અફળ ગયું એમ જ્ઞાનનું પણ નિષ્ફળપણું કહ્યું છે, તો તે શુષ્કજ્ઞાનને જ નિષેધ છે. એમ છતાં તેને લક્ષ તેને થતો નથી, કેમકે જ્ઞાની બનવાના માને તેને આત્મા મૂઢતાને પામે છે, તેથી તેને વિચારના અવકાશ રહ્યો નથી. એમ કિયા જડ અથવા શુષ્કજ્ઞાની તે બને ભૂલ્યા છે, અને તે પરમાર્થ પામવાની વાંછા રાખે છે, અથવા પરમાર્થ પામ્યા છીએ એમ કહે છે, તે માત્ર તેમનો દુરાગ્રહ તે પ્રત્યક્ષ દેખાય છે. જે સદ્ગુરુના ચરણ સેવ્યા હતા, તે એવા દુરાગ્રહમાં પડી જવાને વખત ન આવત, અને આત્મસાધનમાં જીવ દેરાત, અને તથારૂપ સાધનથી પરમાર્થને પામત, અને નિજ પદને લક્ષ લેત; અર્થાત તેની વૃત્તિ આત્મસન્મુખ થાત.
વળી ઠામ ઠામ એકાકીપણે વિચરવાને નિષેધ કર્યો છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org