________________
૧૯૭
આત્મસિદ્ધિ શાસ્ત્ર
અત્રે “સમજવું” અને “આચરવું” એ બે સામાન્ય પદે છે. પણ વિભાગ પદે કહેવાને આશય એ પણ છે કે જે જે જ્યાં સમજવું ઘટે તે તે ત્યાં સમજવાની કામના જેને છે અને જે જે જ્યાં આચરવું ઘટે તે તે ત્યાં આચરવાની જેને કામના છે તે પણ આત્માથીં કહેવાય. (૮)
સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજાક્ષ; પામે તે પરમાર્થને, નિજપદને લે લક્ષ. ૯
પિતાના પક્ષને છેડી દઈ, જે ગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે, અને આત્મસ્વરૂપને લક્ષ તેને થાય. ૯
ઘણને ક્રિયાજડત્વ વર્તે છે, અને ઘણાને શુષ્કજ્ઞાનીપણું વર્તે છે તેનું શું કારણ હોવું જોઈએ ? એવી આશંકા કરી તેનું સમાધાનઃ-ગુરુના ચરણને જે પિતાને પક્ષ એટલે મત છેડી દઈ સેવે તે પરમાર્થને પામે, અને નિજ પદને એટલે આત્મસ્વભાવને લક્ષ લે. અર્થાત્ ઘણાને કિયાજડત્વ વર્તે છે તેનો હેતુ એ છે કે અસગુરુ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનના સાધનને જાણતા નથી તેનો તેણે આશ્રય કર્યો છે, જેથી તેને માત્ર કિયાજડત્વને એટલે કાયકલેશને માર્ગ જાણે છે, તેમાં વળગાડે છે, અને કુળધર્મ દઢ કરાવે છે જેથી તેને સદ્ગુરુને એગ મેળવવાની આકાંક્ષા થતી નથી, અથવા તેવા વેગ મળે પણ પક્ષની દઢવાસના તેને સદુપદેશસન્મુખ થવા દેતી નથી, એટલે કિયાજડત્વ ટળતું નથી અને પરમાર્થની પ્રાપ્તિ થતી નથી.
અને જે શુષ્કજ્ઞાની છે તેણે પણ સદ્ગુરુના ચરણ સેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org