________________
૧૯૬
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં જાય; જેથી સંસારને ઉછેદ ન થાય, માત્ર ત્યાં જ અટકવું થાય. અર્થાત્ તે આત્મજ્ઞાનને પામે નહીં. એમ ક્રિયાજડને સાધન-ક્રિયા અને તે સાધનનું જેથી સફળપણું થાય છે એવા આત્મજ્ઞાનને ઉપદેશ કર્યો અને શુષ્કજ્ઞાનીને ત્યાગ વૈરાગ્યાદિ સાધનનો ઉપદેશ કરી વાચાજ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રેર્યું. (૭)
જ્યાં જ્યાં જે જે ગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ. ૮
જ્યાં જ્યાં જે જે ગ્ય છે, ત્યાં ત્યાં તે તે સમજે, અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માથી પુરુષનાં લક્ષણ છે. ૮
જે જે ઠેકાણે જે જે ચગ્ય છે એટલે જ્યાં ત્યાગવૈરાગ્યાદિ ગ્ય હોય ત્યાં ત્યાગરાગ્યાદિ સમજે, જ્યાં આત્મજ્ઞાન એગ્ય હોય ત્યાં આત્મજ્ઞાન સમજે, એમ જે જ્યાં જોઈએ તે ત્યાં સમજવું અને ત્યાં ત્યાં તે તે પ્રમાણે પ્રવર્તવું, એ આમાથી જીવનું લક્ષણ છે. અર્થાત્ મતાથી હોય કે માનાથી હોય તે
ગ્ય માર્ગને ગ્રહણ ન કરે. અથવા ક્રિયામાં જ જેને દુરાગ્રહ થયે છે, અથવા શુષ્કજ્ઞાનના જ અભિમાનમાં જેણે જ્ઞાનીપણું માની લીધું છે, તે ત્યાગવૈરાગ્યાદિ સાધનને અથવા આત્મજ્ઞાનને ગ્રહણ ન કરી શકે.
જે આત્માથીં હોય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે છે તે તે કરે અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તે તે સમજે; અથવા જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે તે તે સમજે અને જ્યાં જે જે આચરવું ઘટે છે તે તે આચરે, તે આત્માથી
કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org