________________
૧૯૫
આત્મસિદ્ધિ શાસ્ત્ર જ્ઞાનરૂપ મૂળ તેને પ્રાપ્ત થયું. તેને બદલે તમે આત્મજ્ઞાન અમને છે એમ માને છે અને આત્મામાં તો ભેગાદિ કામનાની અગ્નિ બન્યા કરે છે, પૂજા સત્કારાદિની કામના વારંવાર
સ્કુરાયમાન થાય છે, સહજ અશાતાએ બહુ આકુળવ્યાકુળતા થઈ જાય છે, તે કેમ લક્ષમાં આવતાં નથી કે આ આત્મજ્ઞાનનાં લક્ષણો નહીં ! “માત્ર માનાદિ કામનાએ આત્મજ્ઞાની કહેવરાવું છું.” એમ જે સમજવામાં આવતું નથી તે સમજે, અને વૈરાગ્યાદિ રાધને પ્રથમ તે આત્મામાં ઉત્પન્ન કરે કે જેથી આત્મજ્ઞાનની સન્મુખતા થાય. (૬)
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજભાન. ૭
જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ સાધને ઉપન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય; અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પિતાનું ભાન ભૂલે, અર્થાત્ અજ્ઞાનપૂર્વક ત્યાગવૈરાગ્યાદિ હોવાથી તે પૂજાસત્કારાદિથી પરાભવ પામે અને આત્માથે ચૂકી જાય. ૭
જેના અંતઃકરણમાં ત્યાગવૈરાગ્યાદિ ગુણો ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય. કેમ કે મલિન અંતઃકરણરૂપ દર્પણમાં આત્મોપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. તેમ જ માત્ર ત્યાગવૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પિતાના આત્માનું ભાન ભૂલે. અર્થાત્ આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે, જેથી તે ત્યાગવૈરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમાદિ પ્રવૃત્તિ થઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org