________________
૧૯૪
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું વૈરાગ્ય, ત્યાગ, દયાદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે તે જે સાથે આત્મજ્ઞાન હોય તે સફળ છે અર્થાત્ ભવનું મૂળ છેદે છે, અથવા વૈરાગ્ય, ત્યાગ, દયાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણે છે. એટલે જીવમાં પ્રથમ એ ગુણે આવ્યેથી સગુરુનો ઉપદેશ તેમાં પરિણામ પામે છે. ઉજજવળ અંતઃકરણ વિના સદ્ગુરુને ઉપદેશ પરિણમતો નથી, તેથી વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધન છે એમ કહ્યું.
અત્રે જે જીવે કિયાજડ છે તેને એ ઉપદેશ કર્યો કે કાયા જ માત્ર રેકવી તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી, વૈરાગ્યાદિ ગુણો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે, માટે તમે તે ક્રિયાને અવગાહે, અને તે કિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી; કેમકે આત્મજ્ઞાન વિના તે પણ ભવનું મૂળ છેદી શકતાં નથી. માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણામાં વોં; અને કાયકલેશરૂપ પણ કષાયાદિનું જેમાં તથારૂપ કંઈ ક્ષીણ પણું થતું નથી તેમાં તમે મેક્ષમાગને દુરાગ્રહ રાખે નહીં, એમ કિયાજડને કહ્યું; અને જે શુષ્કજ્ઞાનીઓ ત્યાગવૈરાગ્યાદિ રહિત છે, માત્ર વાચજ્ઞાની છે તેને એમ કહ્યું કે વૈરાગ્યાદિ સાધન છે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે, કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તમે વૈરાગ્યાદિ પણ પામ્યા નથી, તે આત્મજ્ઞાન કયાંથી પામ્યા છે તે કંઈક આત્મામાં વિચારો. સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂછનું અ૫ત્વ, ભેગમાં અનાસક્તિ, તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણે વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી; અને આત્મજ્ઞાન પામ્યું તે તે ગુણે અત્યત દેઢ થાય છે, કેમકે આત્મ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org