________________
આત્મસિદ્ધિ શાસ્ત્ર
૧૯૩ જે મોક્ષમાર્ગ આત્માથીને વિચારવા માટે (ગુરુ-શિષ્યના સંવાદરૂપે) અત્રે પ્રગટ કહીએ છીએ. ૨
કેઈકિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ
માને મારગ મેલને, કરુણા ઊપજે જોઈ. ૩ કેઈકિયાને જ વળગી રહ્યા છે, અને કોઈ શુષ્કજ્ઞાનને જ વળગી રહ્યા છે, એમ મોક્ષમાર્ગ માને છે; જે જોઈને દયા આવે છે. ૩
બાહ્ય કિયામાં રાચતા, અંતભેદ ન કાંઈ જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ કિયાડ આઈ. ૪
બાહ્ય કિયામાં જ માત્ર રચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાનમાર્ગને નિષેધ્યા કરે છે, તે અહીં કિયાજડ કહ્યા છે. ૪
બંધ મોક્ષ છે કલપના, ભાખે વાણું માંહી, વતે મહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહીં. ૫
બંધ, મોક્ષ માત્ર કલ્પના છે, એવા નિશ્ચયવાકય માત્ર વાણમાં બોલે છે, અને તથારૂપ દશા થઈ નથી, મેહના પ્રભાવમાં વતે છે, એ અહીં શુષ્કજ્ઞાની કહ્યા છે. ૫
વૈરાગ્યાદિ સફળ છે, જે સહ આતમજ્ઞાન, તેમ જ આતમજ્ઞાનની પ્રાપ્તિતણાં નિદાન. ૬
વૈરાગ્યત્યાગાદિ જે સાથે આત્મજ્ઞાન હોય તે સફળ છે, અર્થાત્ મેક્ષની પ્રાપ્તિના હેતુ છે, અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જે તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતા હોય, તે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org