________________
૧૯૦
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં, પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. ૧
ભૂલી બાહ્યદૃષ્ટિથી બહિર્મુખ પ્રવર્તનાથી જીવ રાગદ્વેષાદિ વિભાવે નિરંતર ર્યા જ કરે છે અને તે મેહ વિકલ્પ નવીન કર્મબંધનનું કારણ બને છે. તેથી સંસાર પરિભ્રમણ નિરંતર ચાલુ જ રહ્યા કરે છે. સદ્ગુરુ કૃપાથી જીવ જે બાહ્યદષ્ટિ બંધ કરી અંતર્મુખ અવેલેકન કરવા માટે અતચક્ષુ, દિવ્યદૃષ્ટિ પામે તે અંતરંગમાં અનંત સુખનું ધામ એવું ચૈતન્ય ચિંતામણિરૂપ પિતાનું આત્મસ્વરૂપ અચિંત્ય માહામ્યવાન દષ્ટિગોચર થાય, સાક્ષાત્ અનુભવમાં આવે. અને તેના આગળ ત્રણે લેક તુચ્છ ભાસે. તેથી મન તે આત્મસ્વરૂપમાં જ વિલય થઈ જાય. ત્યાં વિકલ્પ માત્ર ટળી જઈ અનુભવરસના આસ્વાદમાં મગ્ન તે મન પરમ સમાધિમાં વિલીન થઈ જાય. જેથી સંસાર પરિભ્રમણને સદાને માટે અંત આવે અને પરમેસ્કૃષ્ટ સિદ્ધપદની પ્રાપ્તિ થઈ જીવ પરમ કૃતાર્થ થઈ જાય. ૨
૧. એવું એ અનંત સુખનું ધામ શુદ્ધ સહજ આત્મસ્વરૂપરૂપ સિદ્ધપદ જેને સુસંત, સમ્યગ્દષ્ટિ, સ્વાનુભવી, આત્મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org