________________
૧૮૬
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં પ્રવચન સમુદ્ર બિંદમાં, ઊલટી આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના ચેગ; પરિણામની વિષમતા, તેને વેગ અગ. ૮ તે ત્રિપદી વાક્ય ચૌદપૂર્વનું જ્ઞાન પ્રગટાવવા લબ્ધિવાક્ય થઈ પડતું અને તત્કાળ તેમને ચૌદપૂર્વનું જ્ઞાન પ્રગટ થતું હતું. તેમ સદ્ગુરુના કૃપાપ્રસાદે તેમનાં વચનરૂપ લબ્ધિવાક્ય સમસ્ત શાસ્ત્રસમુદ્રને પાર પામવા અનુપમ આધારરૂપ થઈ પડે છે. એક બિંદુ માત્ર સાગરના જળમાંથી લઈ ચાખી જોતાં આખા સમુદ્રના જળને ખ્યાલ જેમ આવી જાય તેમ આ પ્રવચન સમુદ્ર, ચોદપૂર્વ તેનું જ્ઞાન માત્ર જ્ઞાનીના એક વાક્યના યથાર્થ પરમાર્થને સમજાતાં, પરિણમતાં પ્રગટે છે. એવું જ્ઞાનીના એક વચનનું અચિંત્ય મહામ્ય છે. તેથી જ શા વાંચીને પાર આવે તેમ નથી, કારણ કે તે સમુદ્રની માફક અગાધ છે. પરંતુ તેનો પાર પામેલા જ્ઞાની ગુરુનું અવલંબન એ જ શાસ્ત્ર સમુદ્રને પાર પામવા અનુપમ આધાર છે. જે સરળ અને સુખખાણ છે. ૫-૬-૭ ૮. મતિમાન જીવેને જે બુદ્ધિને વેગ અથવા અતિશ્રત જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તેની સાથે તેમનું મન જે વિષય વિકારમાં આસક્તિવાળું છે, અર્થાત્ વિષયે પ્રત્યેની આસક્તિ જે ઘટી નથી, તો તે ગમે તેવી પ્રજ્ઞા પણ તત્ત્વપ્રાગ્નિ કરાવવા માટે સફળ થતી નથી. કારણ કે જડ, વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા વિષયમાં સારપણું, સુખબુદ્ધિ મનાઈ છે તેથી મનનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org