________________
૧૮૪
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન;
અવલંબન શ્રી સદ્દગુરુ, સુગમ અને સુખખાણ. ૪ કલંક ટળી શકવા ગ્ય છે. અને પિતાનું પરમાત્મપદ જિન ભગવાનની માફક પ્રગટ વ્યક્ત પ્રકાશિત થવા એચ છે એ લક્ષ થવા માટે ભગવાનના ઉપદેશનું રહસ્ય જેમાં સારી રીતે ગુંફિત કરવામાં આવ્યું છે એવાં શા, ગણુધરાદિ આચાર્યોએ જગત જીને સુખકારક બંધ થવા માટે પ્રબેધ્યાં છે. ૩
૪. જિન ભગવાનને ઉપદેશ, સર્વોપરી શાસ્ત્રબોધ અગાધ અને અવિરત જ્ઞાનગંગારૂપે પ્રવહતે હેવાથી, તેમજ તેને આશય અત્યંત ગહન હેવાથી, તે સહેજે સમજાય કે અનુસરાય તેમ નથી, તે અત્યંત દુર્ગમ્ય છે. મહા મતિમાને, મેધાવી વિદ્વાને પણ ભગવાનની વાણીને પાર પામવા, મથી મેથીને થાકી જાય છતાં પાર પામે તેમ નથી. નાની નૌકાથી
સ્તર સાગરને પાર પામ જેમ કઠિન છે તેમ બુદ્ધિમાનેથી પિતાની અલ્પ મતિના આધારે ભગવાનના ઉપદેશને આશય હૃદયગમ્ય કરે અતિ અતિ દુર્લભ છે. ત્યારે તે ભગવાનનાં શા સરળતાથી સમજવા કેઈ ઉપાય છે? એમ પ્રશ્ન થાય તેનું સમાધાન એ છે કે જેમ સાગરમાંથી રને શોધવાં દુષ્કર છે, પરંતુ ગાગરમાંથી તે શોધવાં જેટલાં સહેલાં છે, તેટલું જ સરળતાપૂર્વક જ્ઞાની સદ્દગુરુના અવલંબને શાસ્ત્રરહસ્ય હૃદયગમ્ય થઈ શકે છે. શાના મર્મને પામ્યા છે એવા જ્ઞાની સદ્દગુરુ એટલા માટે જ શાને પાર પામવા માટે મહાન અવલંબનરૂપ થાય છે. જેને એવા તત્ત્વજ્ઞાની સ્વાનુભવી આત્મારામી પરમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org