________________
પરમપદ પ્રાપ્તિની ભાવના એહ પરમપદપ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યા, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જે. અપૂર્વ૨૧ ૨૧. એ સંપૂર્ણ કર્મમુક્ત સર્વોત્કૃષ્ટ પરમાત્મપદરૂપ
અનંત સુખધામ એવું નિજ શુદ્ધ સહજત્મસ્વરૂપરૂપ પરમપદ, સિદ્ધપદ તેનું મેં યથાશક્તિ અત્યંત ઉલલાસભાવથી એકાગ્રતાપૂર્વક ધ્યાન ધર્યું છે, એક માત્ર તેને જ ચિત્ત ધર્યું છે. જે કે તેની તત્કાળ પ્રાપ્તિ થાય એવી શક્તિ, એવી ગ્યતા, હજુ જણાતી નથી તેથી તે કાર્ય ગજાવગરનું, શક્તિ બહારનું અને હાલ મનેરથરૂપ ભાસે છે. તે પણ પરમ પુરુષાર્થ પરાક્રમ પ્રયુક્ત પ્રગવીર શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે એક એ જ પરમપદની અનન્ય સર્વોત્કૃષ્ટ અભિલાષા, લગની, તમન્ના, અંતરમાં નિરંતર જવલંત ઝળકી રહી છે અને તે પ્રત્યે જ ભાલ્લાસની ધારા રૂપ પુરુષાર્થ પ્રવાહ અખંડપણે પ્રવાહી રહ્યો છે તેથી એ અડોલ અચલ નિર્ધાર પ્રવર્તે છે કે પરમકૃપાળુ સર્વજ્ઞ પ્રભુની આજ્ઞામાં એકતાન થઈ તે આજ્ઞા આરાધનના પ્રતાપે અવશ્ય તે જ સ્વરૂપ, સિદ્ધસ્વરૂપ, નિજ સહજાન્મસ્વરૂપ પામી, તદ્રુપ બની, પરમકૃતાર્થ, પરમ ધન્યરૂપ બનીશું. અવશ્ય પરમાત્મરૂપ બનીશું. તથાસ્તુ. ૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org