________________
પરમપદ પ્રાપ્તિની ભાવના
૧૭૯
આદિ શરૂઆત છે પણ અંત નથી, અનંત કાળ પર્યંત તેની શાશ્વત સ્થિતિ છે, તેથી તેને સાદિ અનંત સમાધિસુખે પૂર્ણ સહજપદ કહ્યું છે.
· અહીં પૂર્વ પ્રયાગાદિ કારણના યાગથી ' એમ કહ્યું ત્યાં પૂર્વ પ્રયાગાદિનાં દૃષ્ટાંત શાસ્ત્રમાં ચાર પ્રકારે કહ્યાં છેઃ— (૧) પૂ’પ્રયાગ—કુલાલ ચક્ર, (૨) ખંધછેદ—એરંડખીજ, (૩) તથાગતિ, સ્વાભાવિક પરિણામ—અગ્નિશિખા (૪) અસંગતા લેપરહિત તુ ંબડી,
(૧) પૂર્ણાંપ્રયાગ—કુંભારના ચક્રને પહેલાંથી દંડવડે ગતિમાન કરાયેલું હેાવાથી, દંડ લઈ લેવામાં આવે છતાં પૂર્વ પ્રયાગના કારણે કેટલાક વખત તે ચક્ર ગતિમાન રહે છે. અને પછી સ્થિર થાય છે. તેમ આત્મદ્રવ્ય કર્મ બંધનાથી અંધાયેલુ હતું તેને મુક્ત કરવા, તેનું સ્વાભાવિક કર્મ મુક્ત શુદ્ધ સહજાત્મસ્વરૂપ સિદ્ધપદ પ્રાપ્ત કરવા, આ પહેલાંની કડીમાં જણાવ્યા મુજબ જે જે ભાવ ઉલ્લાસથી વીય સ્કુરાયમાન કરી પુરુષાથ પ્રવર્તાવવારૂપ પૂર્વ પ્રયાગ કર્યાં તેના પરિણામે હવે ચૌદમે ગુણસ્થાનકે સ્વાભાવિકપણે જ ઊધ્વગમન થાય છે. અને લેાકામે જઈ આત્મા સ્થિર થઈ જાય છે.
(૨) મંધછેદ—એરંડ બીજ સુકાય ત્યારે ફાટે અને વૃક્ષ ઉપરથી પ્રથમ ઊંચે જાય, તે દૃષ્ટાંતે ક આવરણુ મળીને ભસ્મ થતાં કર્મ રહિત આત્મા સહેજે ઊંચે સિદ્ધાલયમાં જાય છે અને ત્યાંથી નીચે આવવાનું કેઈ નિમિત્ત રહેતું નહિ હાવાથી સાદિ અનંત કાળ ત્યાં સ્થિર રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org