________________
૧૭૮
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઊર્વગમન સિદ્ધાલય પ્રાપ્ત મુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિમુખમાં, અનંત દશન, જ્ઞાન અનંત સહિત જે. અપૂર્વ
સ્વાભાવિક નિર્મળ નિજાનંદમય સહજત્મસ્વરૂપમય દશા ચૌદમાં છેલ્લા ગુણસ્થાનકના છેલ્લા સમયે હોય છે. ત્યાં
ત્રકર્મને ક્ષયથી ઊંચનીચસ્વાદિ ટળી જવાથી અગુરુલઘુ નામનો આત્માને પ્રતિજીવી ગુણ પ્રગટે છે. અગુરુલઘુ નામને જે ગુણ કે જેના કારણે કઈ પણ ગુણ કે કઈ પણ દ્રવ્ય અન્યપણું ન પામે, પણ સ્વપણે સદાય ટકી રહે તે ગુણની અહીં વાત નથી. એમ આમાના કર્મ આવરણથી રહિત સ્વાભાવિક સર્વ ગુણો જ્યાં પ્રગટ છે એવું શુદ્ધ સહજાન્મસ્વરૂપ પ્રકાશી ઊઠે છે. ૧૮ ૧૮ હવે સંપૂર્ણ કર્મોથી મુક્ત થયેલ, પાંજરામાં રહેલે સિંહ પાંજરાથી જેમ જુદો છે તેની માફક દેહમાં છતાં દેહથી ભિન્ન એવા આ સહજાત્મા આયુષ્ય પૂર્ણ થતાં જ ઉદર્વગમન કરે છે અને એક સમયમાં જ લેકાગ્રે પહોંચે છે. ત્યાંથી ઉપર ગતિમાં સહાયક ધર્મ દ્રવ્યના અભાવના કારણે, આગળ લેકની બહાર ગતિ થઈ શકે નહિ, તેથી ત્યાં કાગે જ આ પરમાત્મા સિદ્ધપદમાં વિરાજિત થાય છે. આત્માને સ્વભાવ ઊર્ધ્વગમન હેવાથી તે લેકાગ્રે જઈ સ્થિર થાય છે. ત્યાં સિદ્ધાલયમાં અનંત જ્ઞાન, અનંત દર્શન સહિત અનંત સમાધિસુખમાં અનંત કાળ સુધી સ્વસ્વભાવરમણતામાં સ્થિર રહે છે. આ સિદ્ધપદની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org