________________
૨૦
પદને સાધવા ભાગ્યશાળી બને એવી પરમાર્થ ભાવનાથી, તેની પ્રસિદ્ધિનું શ્રેય પિતાને પ્રાપ્ત થાય એવી સહજ ઉપકારશીલ ભાવના ઉભવી, જેમાં મારી સહેજે અનુમોદના થઈ.
તદનુસાર તેમણે તેવી જ્ઞાન પ્રભાવનાની પ્રવૃત્તિમાં અતિ ઉત્સાહી અને આતુર એવી “શ્રીમદ્ રાજચન્દ્ર જ્ઞાન પ્રચારક સમિતિ, મુંબઈ' દ્વારા આ ગ્રંથ પ્રકાશન પામે એવા આશયથી ઉદાર આર્થિક સહાય આપી, તે કામ તે સમિતિને સેપ્યું, જેના પરિણામે આ ગ્રંથ આજે જિજ્ઞાસુઓના કરકમળમાં ઉપલબ્ધ થાય છે. તે માટે તે તવરસિક આત્માથી મહાનુભાવને તેમના સશ્રત પ્રભાવના પ્રત્યેના પ્રેમ બદલ પુનઃ પુનઃ અભિનંદન અને ધન્યવાદ ઘટે છે !
સન્માર્ગ સાધના તત્પર પરમાર્થ પ્રેમી સુલકપ્રવર આર્ય શ્રી સહજાનંદજી (ભદ્રમુનિ)એ આ કાવ્યર્થ યથાવકાશ જોઈ જઈ યાચિત સૂચના દર્શાવવા જે શ્રમ લીધે છે તથા પ્રેત્સાહન અને પરમાર્થ પ્રભાવનાની ભાવના દર્શાવી છે તે માટે તેમને અત્યંત આભાર માનવે ઘટે છે. તેમજ પરમાર્થ પ્રેમી સાધમી સાક્ષરરત્ન ડો. ભગવાનદાસે પણ આ કાવ્યર્થ ઝીણવટથી તપાસી જઈ યાચિત સૂચન કરવા પરિશ્રમ લીધે છે તે બદલ તેમને અત્યંત આભાર છે. વળી આશ્રમર્થ કવિરત્ન શ્રી પંડિત ગુણભદ્રજીએ પણ તેવી જ રીતે આ કાવ્યર્થ તપાસી જઈ જે શ્રમ લીધે છે તે માટે તેમને પણ અત્રે આભાર માન ઘટે છે. માટે તે મુમુક્ષુ વિદ્વાન મહાનુભાવને અત્રે અત્યંત આભાર માનું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org