________________
લખે છે તેમ જે એકાંતે જ ગણીએ તે તો મહાપુરુષ દ્વારા વિરચિત સૂત્ર કે ગ્રન્થ ઉપર આટલી બધી ટીકા, ભાષ્ય, વૃત્તિ આદિની વિશાળ પ્રવૃત્તિ થઈ છે, તેમજ તે પરમ ઉપકારભૂત પ્રત્યક્ષ દષ્ટિગોચર થાય છે, તે થવા પામી હેત નહિ. ઊલટું એથી તે અનેકને પરમાર્થ સમજવામાં, વિચારણા ઉગવામાં, વા વિચારબળ વધવામાં કે પરમાર્થ સન્મુખ થવામાં સહાયતારૂપ ઉપગિતા થવા ગ્ય છે.
આ ઉપર વિચાર કરતાં આત્માથે, સ્વવિચારબળ વધવાને અર્થે, સ્વાધ્યાયરૂપે કંઈક તે પ્રયાસ કરે એગ્ય માની આ પ્રયાસ આદર્યો. અને “નિત્યનિયમાદિપાઠમાંનાં કાવ્યો સિવાયનાં બીજાં કેટલાંક કાવ્યના ભાવાર્થ અતિ અ૯૫ મંદમતિ અનુસાર લખ્યા. ઉપરોક્ત મહાનુભાવે તે જોઈને, રહેવા દીધેલાં કાવ્યના અર્થ પણ સાથે સાથે એક શિલીથી લખાય તે સારું,” એમ સૂચના જણાવી. તેથી તે પણ યથાવકાશ તેમાં ઉમેરી લીધાં. છતાં “તત્ત્વવિજ્ઞાનની સંકલનામાં જે કાવ્યો લેવાં ઉચિત થાય હતાં તેટલાં જ કાવ્યના ભાવાર્થ કરવારૂપ આ મંદ પ્રયાસ કર્યો.
તેવામાં પરમાર્થ પ્રેમી,તત્વરસિક સુજ્ઞસાધમ આત્મબંધુએક મહાનુભાવનું મુંબઈથી અત્રે આશ્રમમાં ભક્તિપ્રસંગે આવવું થયું. અને આ કાવ્યર્થ તેમણે ઉત્કંઠા ભાવે જોયા તેમજ અત્યંત રસપૂર્વક વાંચ્યા. પરમકૃપાળુદેવનાં વચનસુધારૂપ સદ્ભુત પ્રત્યે તેમને પરમ ભક્તિભાવ હોવાથી તે પ્રત્યે તેમને પરમ પ્રેમ, પ્રમેદ, ઉલ્લાસભાવ આવ્યા અને આ કાવ્ય-ઝરણુંના અમૃતરસનું આત્માથીજનો પાન કરે અથવા તેમાં સ્નાન, નિમજજન અને અવગાહન કરી પરમ શાંત શીતળ અજરામર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org