________________
૧૭૬
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું વેદનીયાદિ ચાર કર્મ વતે જહાં, બળી સીંદરીવત આકૃતિ માત્ર જે; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂણે, મટિયે દૈહિક પાત્ર જે. અપૂર્વ૦૧૬ મન, વચન, કાયા ને કર્મની વગણ, છૂટે જહાં સકળી પુદ્ગલ સંબંધ જો; ૧૬. એ તેરમે ગુણસ્થાનકે વર્તતા કેવળી ભગવાનને હજુ વેદનીય, નામ, ગોત્ર, અને આયુષ્ય એ ચાર કર્મ રહ્યાં હોવાથી તે દેહધારી રૂપે જગતના કલ્યાણ અર્થે નિષ્કારણ કરુણથી પ્રારબ્ધ કર્મ પૂર્ણ થતાં સુધી, અમૃતધારારૂપ બાધવૃષ્ટિને વરસાવતા જગતીતળને વિભૂષિત કરતા યથાપ્રારબ્ધ વિચરે છે. જે ઉપક્ત ચાર અઘાતીકમ રહ્યાં છે તેનું બળ, બળેલી દેરી જેમ કંઈ બાંધવા કામમાં આવે નહિ તેમ, તૂટી ગયું હેવાથી, કંઈ જ રહ્યું નહિ હોવાથી આયુષ્ય કર્મ પૂર્ણ થયે ચારે કર્મની સ્થિતિ પૂરી થાય છે. અને તેથી આયુષ્ય પૂર્ણ થતાં તે ચાર કર્મ પણ ટળી જાય છે અને સંપૂર્ણ સર્વ કર્મ રહિત સિદ્ધ પરમાત્મપદે વિરાજિત બને છે. જેથી ફરી શરીર ધારણ કરવાની પાત્રતા અર્થાત્ કર્મબંધનની એગ્યતા રહેતી જ નથી.
એવી દેહ છતાં દેહાતીત દશામાં તેરમે ગુણસ્થાનકે વર્તતા આ સગી કેવળી ભગવાનને દેહ છૂટયા પછી ફરી દેહ ધારણ કરવાનું રહેતું નથી. તે ધન્યરૂપ દશા પ્રગટે એ અપૂર્વ અવસર કયારે આવશે? ૧૬ ૧૭. મન વચન કાયવણના આલંબનથી કર્મોને ગ્રહણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org