________________
૧૭૫
પરમપદ પ્રાપ્તિની ભાવના ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણે આત્યંતિક નાશ જે; સર્વ ભાવ જ્ઞાતા દૃષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે. અપૂર્વ૦૧૫ મુહૂર્તમાં જ જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, અને અંતરાય એ ત્રણે કમે એક સાથે ક્ષય થાય છે અને મેઘપટલથી આચ્છાદિત સૂર્ય પોતાના પ્રચંડ પ્રકાશરૂપ સહજ સ્વરૂપથી રહિત જણાતો હેય પણ મેઘપટલ દૂર થઈ જતાં તે સહજ સ્વરૂપે પ્રકાશી નીકળે છે તેમ મેહનીયાદિ ચારે કર્મને ક્ષય થતાં પિતાના અનંત જ્ઞાનાદિ પ્રકાશને રોકનાર એ કારણો દૂર થતાં જ, કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટય સ્વરૂપ આત્મિક ઐશ્વર્યરૂપ નિજ સહજ સ્વરૂપ પ્રકાશ જ્યાં જળહળી ઊઠે છે એવા તેરમા ગુણસ્થાનકે વર્તતા કેવળજ્ઞાનભાસ્કર જિન વીતરાગ સર્વજ્ઞ સગી ભગવાનના પરમાત્મપદની પ્રાપ્તિ થાય એ અપૂર્વ અવસર ક્યારે આવે ? ૧૪ ૧૫. ઉપરક્ત મેહનીયાદિ ચાર ઘનઘાતી કર્મોને ક્ષય થયે ત્યાં સંસારમાં જન્મ મરણદિરૂપ પરિભ્રમણ કરવાનું મૂળ કારણ સર્વથા ટળી ગયું. તેથી તેને કદાપિ સંસારમાં આવવાનું રહ્યું નહિ. તે પરમાત્મપદમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એ અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થતાં સંપૂર્ણ શુદ્ધ આત્મસ્વભાવની પ્રાપ્તિ થાય અને સર્વ ભાવના જ્ઞાતા દષ્ટા સર્વજ્ઞ સર્વદશી થઈ અનંત વીર્યના પ્રગટવાથી અનંતકાળ તે પ્રભુ પરમાત્મપદે વિરાજિત થાય છે. તે પ્રભુ કૃતકૃત્ય થયા છે. તેમને હવે કાંઈકર્તવ્ય રહ્યું નથી. તે પરમપદને ધન્ય છે. ૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org