________________
પરમપદ પ્રાપ્તિની ભાવના
૧૭૩ એમ પરાજય કરીને ચારિત્રમેહને, આવું ત્યાં જયાં કારણુ અપૂર્વ ભાવ જે, શ્રેણી ક્ષપક તણ કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધસ્વભાવજે. અપૂર્વ૦૧૩ તે જડ પુદ્ગલે શુભ કે અશુભ બધાં સરખાં છે. કંઈ માહામ્યવાળાં નથી, એક ચૈતન્યમૂતિ આત્માનું જ માહાસ્ય અચિંત્ય છે. તેની આગળ ત્રણે લેકનાં સર્વ પુદ્ગલે તુચ્છ છે. નિર્મૂલ્ય છે. એમ સમજી તે પ્રત્યે આસક્તિ, રાગ, પ્રીતિ કે દ્વેષ થાય નહિ પણ સમભાવ જ રહે એવી અપૂર્વ દશાની આ ભાવના છે. ૧૨ ૧૩. એમ છછું સાતમે ગુણસ્થાનકે વર્તતાં, આત્મસ્થિરતાને વિઘભૂત કષાય નેકષાયરૂપ ચારિત્રમેહને પરાજ્ય કરવામાં અપ્રમત્ત પુરુષાર્થ પ્રવર્તાવી નિગ્રંથદશાથી આત્મસ્થિરતા નિરંતર વધતી રહે તેમ પ્રવર્તાય. અને ચારિત્રમેહનો સર્વથા ક્ષય કરે એવાં બળવાન પરિણામની શ્રેણું જેમાં નિરંતર અધિકાધિક વધતી જાય છે એવાં અપૂર્વકરણ, પરિણામ જેમાં પ્રગટે છે તે આઠમું અપૂર્વકરણ ગુણસ્થાનક પ્રાપ્ત થાય. તેથી શુકલદયાનમાં એકાગ્ર, મગ્ન થઈમેહનીય કર્મને ક્ષય કરવા સમર્થ એવી ક્ષપકશ્રેણું માંડી સતત વધતી જતી પરિણામ વિશુદ્ધિની અખંડ ધારા વડે મેહને ક્ષય થાય તે ક્ષીણમેહ નામના બારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરાવે તેવા ચૈતન્યઘન આત્માના અતિશય શુદ્ધ સ્વભાવના અનુભવ અમૃતના આસ્વાદમાં નિમગ્ન થઈ આત્મરમણતામાં એકાગ્ર થઈ, એ જ અનન્ય ચિંતનમાં તલ્લીન થવાય એવી દશારૂપ અપૂર્વ અવસર ક્યારે આવે? ૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org