________________
૧૭૨
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્નભાવ જે, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુદગલ એક સ્વભાવ જે. અપૂર્વ૦૧૨ ૧૨. શરીર ઉપરથી મમતા સર્વથા ક્ષય કરવા; તથા પૂર્વ કૃત કર્મો બાળી ભસ્મ કરવા દ્વાદશ પ્રકારનાં તપશ્ચરણ કરતાં, કઈ વાર ઘેર ઉગ્ર તપશ્ચર્યા કરું ત્યારે પણ મનને જરા પણ તાપ, દુઃખ ન લાગે પણ તે અત્યંત આકરાં તપમાં પણ કર્મક્ષય થાય છે અને આત્માની ઉજવળતા વધતી જાય છે એ મહાન લાભ કે સુખરૂપ સિદ્ધિ આગળ આ શરીરનાં કષ્ટ તે કંઈ દુઃખરૂપ નથી, એમ લાગે. તેમ જ પરાધીનપણે પૂર્વમાં અન્ય ગતિઓમાં જે દુઃખ ભોગવ્યાં છે તેની આગળ સ્વાધીનપણે વેદવામાં આવતાં આ કણ કંઈ હિસાબમાં નથી પણ ભવિષ્યનાં સર્વ દુઃખને ટાળનાર અપૂર્વ હિત કરનાર છે એમ બેધબળે કરી આત્મભાવમાં સ્થિરતા થતાં, ચિત્તમાં શાંતિ સમાધિ જ ટકી રહે. તેવી જ રીતે સરસ આહાર મળે તે મનને પ્રસન્નતા ન થાય. કારણ કે આહારથી શરીર પોષાય છે, તેથી સ્વાધ્યાય ધ્યાન આદિમાં શરીર પાસે કામ લેવાય છે. પણ આત્મા તે આહારાદિ પુગેલેથી પોષાતું નથી. તે તે જ્ઞાન દર્શન આદિ ગુણેથી ઉજ્વળ બને છે. તેથી તત્ત્વષ્ટિથી આહારનાં પગલે, કે વૈમાનિક દેવેની રિદ્ધિ આદિ સર્વ સરખાં જ છે અર્થાત્ પુદ્ગલ જ છે. ચેતન નથી. અનંત સુખનિધાન અજરામર શાશ્વત સિદ્ધિ સ્વરૂપ એવા આત્માને, ચેતનને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org