________________
૧૭૧
પરમપદ પ્રાપ્તિની ભાવના
એકાકી વિચરતે વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘ સિંહ સંગ જે; અડેલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રને જાણે પામ્યા ગ જે. અપૂર્વ ૧૧ ભવ કે મેક્ષ સર્વના સમભાવે જ્ઞાતાદ્રષ્ટા રહેવાય એવી અપૂર્વ વીતરાગતા, સમતા, અસંગતાની ભાવના વૃદ્ધિગત થાય છે. તેથી ઉપરોક્ત સર્વ દ્વન્દ્ર તે કર્મકૃત છે, જ્યારે પિતાનું શુદ્ધ સ્વરૂપ તે સર્વથી ભિન્ન કેવળજ્ઞાન સ્વરૂપ છે, તે લક્ષે એક આત્મભાવમાં જ તલ્લીનતા સાધે છે.
૧૧. દ્રવ્ય અને ભાવ નિર્ચથતાની સિદ્ધિ માટે ઉપરની કડીમાં શુદ્ધ સમભાવ સહેજે સિદ્ધ થાય એવી ભાવના કરી, તે સમભાવના બળે અસંગતા સાધ્ય કરવા સ્મશાનાદિ એકાંત નિર્જન ભયાનક સ્થાનેમાં એકલા વિચરતાં, કે પર્વત વન ગુફા આદિમાં વાઘ સિંહ આદિ ક્રૂર હિંસક છે જ્યાં હોય ત્યાં એકલા નિર્ભયપણે વિચરતાં જરા પણ મનમાં ભ કે ગભરાટ ન થાય પણ જાણે આ બધા સાક્ષાત્ મારા આત્મા સમાન મારા મિત્રે જ છે એવી આત્મદષ્ટિથી તેમની સમીપમાં પણ અડેલ આસને નિશ્ચિત નિર્ભય ચિત્તે ધ્યાનમાં એકાગ્ર થઈ અસંગભાવે અપૂર્વ આત્મલીનતાને સાધીએ એ અપૂર્વ અવસર કયારે આવે? ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org