________________
૧૭૦
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં શ૭ મિત્ર પ્રત્યે તે સમદર્શિતા, માન અમાને વતે તે જ સ્વભાવ જે, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વતે સમભાવ જે. અપૂર્વ૦૧૦
નષ્ટ થઈ જતાં વૈરાગ્યની ધારા નિરંતર વૃદ્ધિ પામે અને તેથી દેહની શોભા શુશ્રષા કરવાના ભાવ ટળી જાય, તેથી એવી ભાવના જાગે કે નગ્ન અવસ્થામાં દિગંબરચર્યાથી વિચરતાં, કષાય અને ઇન્દ્રિયના જયરૂપ મુંડન સાથે મસ્તકાદિના કેશના લેચરૂપ મુંડભાવ પ્રાપ્ત થાય, સ્નાન, દાતણ આદિનો ત્યાગ થાય અને કેશ, રેમ, નખ કે શરીરને બીલકુલ શણગારવું કે સુશોભિત બનાવવું નહિ ઈત્યાદિ પ્રસિદ્ધ મુનિચર્યાથી, દ્રવ્ય સંયમરૂપ બાહ્ય ત્યાગ અને અંતરંગત્યાગરૂપ ભાવ સંયમથી, સંપૂર્ણ નિર્ચથ, મેહગ્રંથિ રહિત થઈ આત્મસિદ્ધિને સાધીએ એ અપૂર્વ અવસર કયારે આવશે ? ૯ ૧૦. આત્મદર્શનરૂપ દિવ્યચક્ષુ ખુલ્યાં છે તેને દ્રવ્યદષ્ટિથી સર્વત્ર સર્વ જીવ સિદ્ધ સમાન શુદ્ધ જણાય છે. તેથી પોતાનાં પ્રારબ્ધકર્માનુસાર પિતાને કઈ દુઃખનાં, અસાતાનાં, ઉપસર્ગનાં નિમિત્ત બને, મારણાંતિક ત્રાસ આપે, તે પણ દ્વેષભાવે તે શત્રુ છે એમ ન જ મનાય. તેમ કઈ ચંદનથી પૂજા કરે તો તેના ઉપર રાગભાવે તેને મિત્ર ન માને. પિતાને શુદ્ધ ઉપયોગ એ જ પિતાનો મિત્ર અને પિતાના મહનીયાદિ કર્મો તે જ ખરા શત્રુ એ દઢ સમજાયું હેવાથી, નિમિત્તો ઉપર રાગદ્વેષ ન થાય અને તેથી શત્રુ કે મિત્ર, માન કે અપમાન, જીવિત કે મરણ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org