________________
પરમપદ પ્રાપ્તિની ભાવના
૧૬૦
નગ્નભાવ મુહભાવ સહ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ, રેમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જે. અપૂર્વ૦૯ તે મારું પૂર્વનું કર્મકૃત કરજ પૂરું કરે છે, એમ સમજી સામા પ્રત્યે ક્ષમાભાવ ધારણ કરવો. પાંડવ, ગજસુકુમાર, સ્કંધક મુનિને પાંચસો શિષ્ય આદિ અસંખ્ય મહાપુરુષોનાં અદ્ભુત પરામશાળી ચન્નેિમાં વૃત્તિને પ્રેરીને કોધને જય કરી આત્માને આત્મભાવમાં, અશરીરીભાવમાં સ્થિર કરે. તેવી જ રીતે ધર્મના પ્રભાવે ખંડાધિપતિ એવા ચક્રવતી જેવા પણ આવીને પગે પડે તે પણ લેશ પણ માનને અંશ અંતરમાં ઉદ્દભવે નહિ, તેમ જ દેહ જાય તે પણ એક રોમમાં પણ માયા મેહ, મમતા ન થાય અર્થાત્ મરણ જેવા પ્રસંગે અસંગ અશરીરીભાવમાં સ્થિર થઈ ઉત્કૃષ્ટ સમાધિમરણરૂપ મૃત્યુ મહત્સવની પ્રાપ્તિ થાઓ! પરંતુ તે વખતે અલ્પ પણ દેહ ઉપર મમતા, મેહ, માયા કે પરભાવ ન રહે !
તેવી જ રીતે તપ, સ્વાધ્યાય ધ્યાનાદિથી આત્માની જેમ જેમ વિશુદ્ધિ, નિર્મળતા વધતી જાય તેમ તેમ રિદ્ધિસિદ્ધિ આદિ પ્રગટે તે પણ તેને પ્રાપ્ત કરવાની કે તેને ઉપયોગ કરવાની લેશ પણ ઈચ્છા ન રહે. તે પછી તે વધારે વધારે પ્રગટો એવો લે તે ઊગે જ કેમ? અર્થાત્ ચારેય કષાય સંપૂર્ણ ક્ષીણ થઈ જાય એ પુરુષાર્થ નિરંતર જાગૃત રહે ૮ ૯. આત્મજ્ઞાનના પ્રતાપે દેહ ઉપરની મમતા,મેહ,આસક્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org