________________
૧૬૮
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ કે નહીં, વંદે ચકી તથાપિ ન મળે માન જે; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છે પ્રબળ સિદ્ધિ નિદાન જે. અપૂર્વ૦૮ તેવી રીતે તેને સર્વથા ત્યાગ કરે. આત્મપરિણતિ વધુને વધુ ધ્યાનમાં મગ્ન રહી સ્વરૂપસિદ્ધિ સાધવામાં પ્રવર્તે તેવા લેભથી એ લેભકષાયને ક્ષય કરે. તેને જીતવા સંતોષ ધારણ કરે. લેભી મનુષ્યની તૃષ્ણા ત્રણેકની સર્વ સંપત્તિ મળે તે પણ પૂર્ણ થાય તેમ નથી. સુભૂમ ચકવતી છે ખંડના રાજવૈભવથી પણ સંતુષ્ટ ન થયો અને બાર ખંડ જીતવાના લેભે ચર્મરત્નના ડૂબવાથી સમુદ્રમાં ડૂબી સર્વ રાજપાટ ગુમાવી નરકનાં દુઃખને ભાગી થયે તેથી તેને જીતવામાં જ આત્માને પિતાના અનંત ઐશ્વર્યને અને અનંત સુખસંપત્તિને લાભ રહ્યો છે. ૭ ૮. ફરીથી એ જ ક્ષાને જીતવા વિશેષ પ્રકારે પુરુષાર્થ પ્રવર્તે તેવી ભાવના જણવી છે.
પિતે નિરપરાધી છતાં પૂર્વના કેઈ કર્મવશાત્ કઈ દેવ, મનુષ્ય, તિર્યંચાદિના ઘેર ઉપસર્ગ કે મરણાંત ઉપદ્રવ આવી પડે તે પણ સામા ઉપસર્ગ કરનાર પ્રત્યે જરા પણ દોષષ્ટિ ન થાય, જરા પણ ક્રોધ ન થાય અને આ મારાં કરેલાં પૂર્વકર્મનું ફળ માત્ર છે, તે ઉદય આવીને જાય છે, મારા જ્ઞાન દર્શનાદિ સ્વભાવને તે કાંઈ હાનિ કે મરણ કરી શકે તેમ નથી જ, મારે આત્મા તે તેને જેનાર જાણનાર તેથી ત્યારે જ રહેનાર અજરામર શાશ્વત પદાર્થ છે, તેથી આ ઉપસર્ગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org