________________
પરમપદ પ્રાપ્તિની ભાવના
૧૬૭ ભૂમિમાં પ્રવેશ જ થવા ન દઉં, એમ ચિંતવી, અન્ય નિમિત્ત પ્રત્યે ક્ષમાભાવ ધારણ કરે, અર્થાત્ ગમે તેવાં કોધનાં નિમિત્તોમાં પણ ક્ષમા, શાંતિથી ક્રોધને નિષ્ફળ કરે. તેવી જ રીતે માનથી બીજાને હલકા ગણવાથી પિતાને જ નીચ ત્રાદિમાં ભમવું પડે છે, અને તેથી પિતાની અનંતરિદ્ધિસિદ્ધિરૂપ સાચી સંપત્તિ પ્રાપ્ત થવી અટકી રહી છે. પરંતુ જગતમાં સર્વ આત્મા પિતાના સમાન કે પરમાર્થથી પરમાત્મા સમાન એશ્વર્યશાળી હેવાથી, કેનાથી પિતે અધિક છે કે જેથી માન કરવું ઘટે? એમ વિચારી સર્વથી પિતે તો અધમાધમ લઘુમાં લઘુ છે એ દષ્ટિ રાખી જે સૌથી વિનમ્રભાવે પિતાને દીન માનવામાં લઘુતાભાવ રાખે તે માન જિતાય.
માયાથી મૈત્રીને નાશ થાય છે, તિર્યંચ સ્ત્રી આદિ પર્યાય પ્રાપ્ત થાય છે, તેથી આત્માનું પરમાત્મપદ પ્રાપ્ત થવામાં માયા મહાન શત્રુ છે. તેથી માયાનો પરાજય કરવા સર્વ શુભાશુભરૂપ ઉદયકર્મને વેદતાં અંતરમાં જ્ઞાતાદૃષ્ટા સાક્ષીભાવે રહેવું. જગત જીવો એમ જાણે કે આ મહાત્મા સાતા અસાતા આદિ કર્મને વેદે છે. જ્યારે પિતે તે માત્ર પિતાના આત્માના ભાવને, જ્ઞાન પરિણતિને જ વેદે છે. અન્ય કર્મકૃત ભાવના માત્ર જ્ઞાતાદૃષ્ટા સાક્ષી જ રહે છે, પણ પરભાવના કર્તા કે ભક્તા થતા જ નથી. તેથી અબંધપરિણામી થઈ કર્મરહિત થાય છે. એમ સાક્ષીભાવથી માયાને પરાજય કરે. અને લેભ તો સર્વનાશનું કારણ છે. માટે તેના જે બીજો કોઈ શત્રુ નથી એમ જાણ, જરા પણ લેભ કઈ પણ પરદ્રવ્યમાં થવા ન પામે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org