________________
૧૬પ
પરમપદ પ્રાપ્તિની ભાવના નિરંતર ભાસી રહ્યું છે તેવા આ મહાત્મા હવે વિષામાં કે પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં કે પ્રમાદમાં અટકી ન રહેવાય તે માટે જાગૃત રહેવાય તે ભાવના ભાવે છે.
પાંચે વિષયે આત્માના અતીન્દ્રિય સુખ આગળ નિર્માલ્ય તુચ્છ ભાસ્યા છે, તેથી તેમાં હર્ષશેક, ઇષ્ટ અનિષ્ટ, રાગદ્વેષભાવ હવે ન જ થાઓ! તેમ મનને આત્મામાં લીનતાથી જે આનંદ ભાયે છે તે જગતમાં કયાંય મળે તેમ નથી એમ નિશ્ચય હેવાથી (૧) ઈન્દ્રિય (૨) વિથા (૩) કષાય (૪) નેહ (૫) નિદ્રા એ પાંચ પ્રમાદથી મનની અસ્થિરતા ન થાઓ, અર્થાત્ એ પ્રમાદમાં મન કદી ન જાઓ! આત્મસ્થિરતા માટે જ મનની અપ્રમત્ત રુચિ રહો! પણ તેવાં કઈ વિષયકષાયનાં પ્રભથી મન ચલિત ન થાઓ! ઉદયવશાત્ વિચરવું પડે તો તે પણ પરવસ્તુને ગ્રહણ કરવારૂપ લે કે પરમાં પ્રતિબંધ રહિત વિચરવું. દ્રવ્ય પ્રતિબંધ એટલે કઈ પણ વસ્તુ વગર ન ચાલે એ પ્રતિબંધ, ક્ષેત્ર પ્રતિબંધ એટલે અમુક ક્ષેત્ર અનુકૂળ છે માટે સારાં છે એમ ગણી તેમાં અટકી રહેવું, કાળ પ્રતિબંધ એટલે શિયાળે અનુકૂળ થાય છે, ઉનાળે અનુકૂળ નથી આવતે વર્ષાકાળ પણ અનુકૂળ નથી ઈત્યાદિ પ્રતિબંધ,ભાવપ્રતિબંધ, ભાવથી ઈચ્છાથી પરમાં રાગદ્વેષાદિથી પ્રતિબંધ પામી રોકાઈ રહેવું અથવા પરભાવે, કદાગ્રહ, સંકલ્પવિકલ્પ કે દુર્થોન આદિમાં અટકી રહી સ્વભાવસમુખ પરિણતિ થવા ન પામે તેમ કરવું–તેવા સર્વ પ્રતિબંધ ટાળી અસંગ અપ્રતિબદ્ધભાવે વિચરવું. ઉદયાધીનપણે સાતા–અસાતા, માન–પૂજા, તિરસ્કારપુરસ્કાર, લાભ-અલાભ આદિ જે સ્થિતિ પ્રાપ્ત થાય તેમાં માત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org