________________
૧૬૦
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું સર્વ ભાવથી દાસી વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય છે; અન્ય કારણે અન્ય કશું કપે નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જે. અપૂર્વ૦ ૨ અંતરંગ નિર્ચથદશા પ્રાપ્ત થશે? જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ, રાગ, દ્વેષ આદિ ભાવકર્મ અને શરીરાદિ કર્મ એ સર્વ બંધને, તેમ જ લોકસંબંધી બંધન,સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, અને સંકલ્પ વિકલ્પરૂપ બંધન એ સર્વ સંબંધને આત્યંતિક વિગ થાય તેવી રીતે તે બંધનો તીક્ષણપણે છેદીને મહાપુરુષોને માર્ગ, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ રત્નત્રયની પ્રાપ્તિથી અખંડ આત્મસ્વભાવમાં રમણતારૂપ સર્વેત્કૃષ્ટ સમાધિમાર્ગમાં નિરંતર કયારે વિચારીશું ? અર્થાત્ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ એ પંચપરમેષ્ઠિરૂપ મહાપુરુષે સંસારનાં સર્વબંધને ત્યાગી ભેદવિજ્ઞાનની સતત ભાવનાથી આત્મનિષ્ઠ થઈ સર્વોત્કૃષ્ટ બધિ અને સમાધિમય શુદ્ધ સહજ આત્મસ્વરૂપરૂપ પરમ પદને પામી ધન્યરૂપ બન્યા તે માગે વિચરી ધન્યરૂપ ક્યારે બનીશું ? ૧. ૨. આત્માની પરિણતિ અનાદિથી બહિરાત્મભાવે બાહ્યમાં જ ભમ્યા કરતી હતી, તે ત્યાંથી હઠાવી, અંતર્મુખ કરી, નિજઘરરૂપી સ્વભાવમાં સ્થિર કરતાં, અપૂર્વ સ્વાનુભવરૂપ અમૃત રસના આવાદમાં એકાગ્રતા થતાં, “આત્માથી સૌ હીન, અથવા
જગત ઈષ્ટ નહિ આત્મથી” એ અમૂલ્ય બેધ ફલિતાર્થ થતાં, હવે આત્માનું અચિંત્ય માહાસ્ય સાક્ષાત્ ભાસ્યું. અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org