________________
પરમપદ પ્રાપ્તિની ભાવના
૧૫૯
ક્યારે આવશે ? કે જ્યારે પૂર્વે કદી નહિ પ્રાપ્ત થયેલ દ્રવ્ય અને ભાવરૂપ બાહ્ય અને અત્યંતર નિર્ચથતા પ્રાપ્ત થશે. સ્ત્રી પુત્ર, ધન,સ્વજનાદિ બાહ્ય પરિગ્રહના ત્યાગરૂપ બાહ્ય નિર્ચથતા અને મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાયરૂપ ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહના ત્યાગરૂપ અંતરંગ નિર્ચથતા ક્યારે પ્રાપ્ત થશે? અથવા “રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ ને છેદ કરી નિગ્રંથ, મુક્તદશા ક્યારે પમાશે? અનંત પ્રકારનાં કર્મથી આત્મા પ્રતિસમયે બંધાયા કરે છે. તેમાં મુખ્ય આઠ કર્મ કહ્યાં છે. તેમાં પણ મુખ્ય મેહનીય કર્મ કર્યું છે. તેના દર્શનમેહ અને ચારિત્ર મેહ એમ બે પ્રકાર છે. આ મુખ્ય ગ્રંથિ, બંધન, ગાંઠ છે. દર્શનમેહને હણવાને ઉપાય બંધ છે. જ્ઞાની પુરુષના જવલંત ઉપદેશથી આત્મામાંથી દેહાધ્યાસ, દેહમમત્વ ટળી જઈ આત્મદર્શન પ્રગટ થતાં મિથ્યાત્વ કે દર્શનમેહરૂપ ગ્રંથિ, છેદાઈ જાય છે, અને ચાર અનંતાનુબંધી કષાયને અભાવ થાય છે. ત્યાર પછી ચારિત્રમેહની કષાય નેકષાયરૂપ ગ્રંથિ, છેદવા માટે વીતરાગતા પ્રગટાવવાને પ્રબળ પુરુષાર્થ, પ્રબળ ભાવના અંતરાત્માના અંતરમાં સતત જાગૃત હોય છે. તેના બળે મેહનીય કર્મને ક્ષય થાય ત્યાં પરમ નિગ્રંથ વીતરાગ સર્વજ્ઞ દશા પ્રાપ્ત થાય છે.
તેથી તે અપૂર્વ દિશાની અહીં ભાવનારૂપ જાગૃત પુરુષાર્થ પરિણતિ, કમે કમે ચૌદ ગુણસ્થાનક પર્યત પહોંચવા વધતી જાય છે.
એ અપૂર્વ અવસર ક્યારે આવશે કે જ્યારે બાહ્ય અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org