________________
૧૫૮
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં સવ સંબંધનું બંધન તીણ છેદીને, વિચરશું કવ સહપુરુષને પંથ જે? અપૂર્વ ૧ કર્મમલને દૂર કરી, સર્વ પાપ તાપ અને સંતાપને નિવારી, અનંત આત્મિક સુખશાંતિથી શીતળ એવા શુદ્ધ સહજ આત્મસ્વરૂપરૂપ નિજ પરમાત્મપદ પ્રાપ્ત કરાવવા અનન્ય ઉપકારી થાય એવી પ્રભાવશાળી, વિશુદ્ધ અંતરિણતિરૂપ સર્વોત્કૃષ્ટ પરમપદ પ્રાપ્તિની ભાવના, એ મહા જ્ઞાની શ્રીમદ્ રાજચન્દ્રના અત્યુત્તમ અવિરત અંતરંગ અપ્રમત્ત પુરુષાર્થ પ્રવાહનું અદ્ભુત અલૌકિક અનુપમ દિગ્દર્શન કરાવે છે. અહે! તે ભાવ નિગ્રંથ મહાપુરુષને અખલિત અંતરંગ પુરુષાર્થ–પ્રવાહ! અહે! તે અંતરંગ અદ્ભુત વિદેહી જીવન્મુક્ત દશા ! અહો ! અહો !! વારંવાર અહો !!! ૧. અપૂર્વ અવસર એટલે પૂર્વે ક્યારેય પ્રાપ્ત નહિ થયેલે એ મહાભાગ્યરૂપ નિગ્રંથ દશાને ઉદય. “અનાદિ કાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્રશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનદીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત્ મળ્યા નથી, સત્ સુર્યું નથી, અને સત્ શ્રધ્યું નથી. એ મળે, એ સુર્યું અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે.”
નિર્ગથતા એટલે આરંભ પરિગ્રહનો ત્યાગ અથવા મુનિલિંગની પ્રાપ્તિ તે પૂર્વે અનંતવાર પ્રાપ્ત થઈ ગઈ છે, તે નહિ. અહીં જે નિગ્રંથ દશાની ભાવના ભાવી છે તે યથાતથ્ય અપૂર્વ નિર્ચથતા છે, પણ પૂર્વે ઘણીવાર પ્રાપ્ત થયેલ બાહ્ય ત્યાગરૂપ નિષ્ફળ નિર્ચથતા નહિ જ. અર્થાત્ એ અપૂર્વ અવસર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org