________________
જડ ચેતન વિવેક
૧૫૩ એ અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે,
જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા,
નિગ્રંથનો પંથ ભવઅંતને ઉપાય છે. ૧
ઉપરોક્ત વિવેક જેને જાગે છે અને ભેદવિજ્ઞાનની ભાવના પ્રગટે છે તેને એવી સમજણ તથા શ્રદ્ધા અચળપણે સતત કુરાયમાન હોય છે કે અનંતા જ્ઞાનીઓએ જાણે તે જ્ઞાતા દૃષ્ટા ચૈતન્યસ્વરૂપ આત્મા તે હું છું. જ્ઞાન દર્શન સુખ વીર્ય આદિ મારે સ્વભાવ છે. તેમ જ નિત્ય શાશ્વત સમાધિસુખે પરિપૂર્ણ સિદ્ધિપદરૂપ મેક્ષમય સહજાન્મસ્વરૂપ એ જ મારું મૂળ સ્વરૂપ છે. અને આ દેહાદિ તે જડ, વિનાશી, અશુચિ અને દુઃખનું મૂળ તેમ જ મારાથી તદ્ન ભિન્ન અન્ય પદાર્થ છે. તેથી તેમાં મમતા, મેહ, પ્રેમ, પ્રીતિ આસક્તિ એ સર્વ સંસાર પરિભ્રમણના કારણરૂપ મહા બંધનનાં કારણ છે. તે મેહ મમતા હવે ટાળવા કટિબદ્ધ થઈ સતત જાગૃત પુરુષાર્થ યુક્ત રહેવું એ જ મારે સર્વપ્રયાસે કરવાગ્ય મુખ્ય કર્તવ્ય છે.
આવી અપૂર્વ જાગૃતિ વડે જે ધન્યપુરુષે કાયાની માયા, દેહ ઉપરને પ્રેમ, મમતા મેહ, આસક્તિ, અથવા દેહાધ્યાસ ટાળી દે છે, તે મહાપુરુષો દેહામબુદ્ધિ દૂર થવાથી, આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં સમાય છે. અર્થાત્ બાહ્યભાવથી તેમની વૃત્તિ વિરામ પામી અંતર્મુખ થઈ પોતાના શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં લીન થઈ તેઓ શાંત સમાધિસ્થ થાય છે..
આમ દેહાત્મબુદ્ધિરૂપ દર્શનમેહ એ મુખ્ય અંતરંગ પરિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org