________________
૧૫૪
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે,
કિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ,
દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે;
ગ્રહગ્રન્જિ, ગાંઠ, બંધન છેદાવાથી, તે જ્ઞાની પુરુષ અન્ય બાહ્ય અને અંતરંગ સર્વ પરિગ્રહરૂપ ગ્રંથિને છેદવા સમર્થ બને છે. અર્થાત્ દર્શનમેહ અને ચારિત્રહરૂપ મહાન ગ્રંથિને છેદ કરીને તે મહાપુરુષ નિર્ચથ, મોહગ્રંથિરહિત, વીતરાગ સર્વજ્ઞ પદે વિરાજિત બને છે. અને એ જ મેહગ્રંથિને છેદવાનો જે ઉપાય, માર્ગ આ નિગ્રંથ મહાત્માઓ દર્શાવે છે તે જ સંસારના અંતને અર્થાત્ મોક્ષની પ્રાપ્તિને સાચો ઉપાય છે. ૧ ૨. બાહ્યદૃષ્ટિ જીને શરીર અને આત્મા અને એકરૂપે ભાસે છે તેનું કારણ અજ્ઞાન છે. પિતાને આત્માના સ્વભાવનું અને જડ એવા શરીરના સ્વભાવનું જ્ઞાન નથી, તેથી જ, અનાદિથી શરીર અને આત્મા એકરૂપે માનવારૂપ ભૂલ ચાલી આવે છે. અને તેથી કિયાની પ્રવૃત્તિ પણ તેવી જ બ્રાંતિ સહિત થાય છે. દેહની સારસંભાળ ઈત્યાદિથી જાણે આત્માની સારસંભાળ થાય છે એમ માની દેહની પાછળ જ જીવ સર્વ કાળ એળે ગુમાવી દે છે. જીવ તે સદાય શાશ્વત હોવાથી અનુત્પન્ન છે. પરંતુ તે દેહમાં આવે છે ત્યારે દેહની ઉત્પત્તિ થઈ તેને જીવની ઉત્પત્તિ ગણે છે. તેમ જ દેહમાં રેગ, શેક, મૃત્યુ આદિ થાય છે તે દેહનો સ્વભાવ છતાં અજ્ઞાનવશે તે આત્માને સ્વભાવ ગણે છે. જે અનાદિને દેહ અને આત્માને એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org