________________
૧૫૨
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર,
અથવા તે ય પણ પરદ્રવ્ય માંય છે; ભાસે છે તેમ વાસ્તવિક નથી, એમ યથાર્થ પ્રતીતિ શ્રદ્ધા નિશ્ચયપૂર્વક સ્પષ્ટ જેને સમજાય છે તેને પિતાનું નિજસ્વરૂપ તે ચેતન છે, અને જડ તે સંબંધ માત્ર છે, અથવા તે જડ તે ય પર-દ્રવ્ય છે અને પિતે તો તેને જોનાર જાણનાર જ્ઞાતા દૃષ્ટા ચૈતન્યસ્વરૂપ આત્મા તેથી કેવળ ભિન્ન છે, એમ પિતાની અભેદચિંતના જાગતાં, પિતાને પિતાના સ્વરૂપને અનુભવ, સાક્ષાત્કાર, આત્મદર્શન પ્રગટે છે. તેથી અચિંત્ય સુખસ્વરૂપ પરમાનંદનું ધામ એવા પિતાના આત્માના અનુભવ અમૃતરસમાં નિમગ્ન થતાં, આત્માનું અદ્ભુત અચિંત્ય માહા
ભ્ય અનુભવમાં આવતાં, અસાર અને અન્ય એવા જડ પદાર્થ પ્રત્યે ઉદાસીનતા, અનાસક્ત ભાવ જાગે છે. અને તેથી પરમાંથી વૃત્તિ પાછી વળી પિતાને સહજ શુદ્ધ આત્મ સ્વભાવમાં જ વૃત્તિને પ્રવાહ પ્રવહે છે. અર્થાત્ બહિર્મુખ વૃત્તિ અંતર્મુખ થઈ આત્મામાં જ સમાય છે.
અનાદિ અવિદ્યાજનિત દેહાત્મબુદ્ધિ એ જ સંસાર દુઃખનું મૂળ છે. શ્રીમદ્ પૂજ્યપાદ સ્વામી સમાધિશતકમાં કહે છે કે –
मूलं संसारदुःखस्य देह एवास्मधीस्ततः। त्यक्त्वैनां प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रयः।। ।। १५ ।।
અર્થાત્ સંસારદુઃખનું મૂળ દેહાત્મબુદ્ધિ છે તેથી તેને તજીને, બાહ્ય વિષમાં પ્રવર્તતી ઇન્દ્રિયોને રેકીને અંતરમાં (આત્મામાં) પ્રવેશ કરે, અંતરાત્મબુદ્ધિ કરવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org