________________
જડ ચેતન વિવેક
૧૪૯ હોય તેહને નાશ નહિ, નહીં તેહ નહિ હોય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. ૧૦
જે પદાર્થ અનુત્પન્ન છે તે અવિનાશી છે, એ ન્યાયે એ છએ દ્રવ્ય કદાપિ નાશ પામવા ગ્ય નથી. અર્થાત્ ત્રિકાળ રહેવા
ગ્ય છે. આ સિદ્ધાંત જ્ઞાનીઓએ અનુભવથી સિદ્ધ કરીને જણાવ્યું છે, એમ જિન ભગવાને કહ્યું છે. હું ૧૦. જે દ્રવ્ય, પદાર્થનું અસ્તિત્વ છે તેને નાશ કદાપિ થે સંભવ નથી. તેમ જે દ્રવ્યનું અસ્તિત્વ નથી તે દ્રવ્ય ઉત્પન્ન થવું સંભવતું નથી. એક સમય માત્ર જે દ્રવ્ય અસ્તિત્વ ધરાવે છે તે દ્રવ્ય સૌ સમય, સર્વ કાળ માટે અસ્તિત્વરૂપે રહેવાનું જ છે. તેને કઈ સમયે નાશ થવો સંભવ નથી. જિન ભગવાને જે જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળરૂપ છ દ્રવ્ય કહ્યાં છે તે એ દ્રવ્ય આ પ્રમાણે અનાદિથી અસ્તિત્વવાળાં હેવાથી અનંતકાળ પર્યત સ્થિતિવાળાં રહેવાનાં છે. તેમ જ તે કેઈ ઉત્પન્ન થયેલાં નથી તેથી તેમને નાશ કદી થવાને નથી. માત્ર તેમાં અવસ્થાંતર થયા કરે છે અને તેથી ભિન્ન ભિન્ન સમયે તેમની ભિન્ન ભિન્ન અવસ્થાઓ દષ્ટિગોચર થાય છે. તેમ ત્રણે કાળ તેમની અવસ્થાએ બદલાતી દષ્ટિગોચર થવા ગ્ય છે. ૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org