________________
૧૪૮
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં જડ ચેતન સંગ આ, ખાણ અનાદિ અનંત; કેઈન કર્તા તેહને, ભાખે જિન ભગવંત. ૮ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. ૯
એમ જોવાની દૃષ્ટિ સાધ્ય થતાં, ત્યાં અનંત આનંદ શાંતિ સુખ અને સમાધિ જણાતાં, આ અસાર ક્ષણિક પર એવા દેહ ઉપરથી નેહ, રાગ, મમતવ, આસકિત નષ્ટ થઈ ગઈ. અને અમે દેહધારી છીએ કે કેમ? તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ, એવી વિદેહી દશારૂપ અભુત અચિંત્ય આત્મપ્રાપ્તિ થઈ. ૭ ૮. આ વિશ્વમાં જડ અને ચેતનરૂપ જે જે પદાર્થોના સમૂહ છે તે અનાદિના છે. જડ એવાં કર્મોને ચેતન એવા જી સાથે સંગ સંબંધ છે તે પણ અનાદિને છે. આમ જડ અને ચેતનના સાંગરૂપ આ ખાણ—આ વિશ્વ અનાદિ કાળથી છે. અને અનંત કાળ ભવિષ્યમાં પણ તે જ રીતે આ “વિશ્વ રહેનાર છે. અનેક પ્રકારે અવસ્થાતર થવા એગ્ય છે, પણ નાશ થવા એગ્ય કદી નથી. તેને કર્તા કેઈ નથી. તેમ ઉપલક્ષણથી તેને હર્તા પણ કેઈ નથી. એમ સર્વજ્ઞ એવા જિન ભગવંતે કહ્યું છે. ૯. આ વિશ્વમાં, જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એમ છ મૂળ દ્રવ્યો, પદાર્થો કહ્યા છે. તે પદાર્થો કેઈએ ઉત્પન્ન કર્યા નથી પરંતુ અનાદિથી સ્વયંસિદ્ધ છે. તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org