________________
પંથ પરમપદ
૧૪૧ સમ્યફ પ્રમાણ પૂર્વક, તે તે ભાવે જ્ઞાન વિષે ભાસે; સમ્યગ જ્ઞાન કહ્યું તે સંશય, વિભ્રમ, મેહ ત્યાંનાયે.૪ તે સમ્યગ્દર્શન એટલે શું ? તેનું સમાધાન એ છે કે આત્મારામી મુનિર્વાદના પ્રભુ એવા સર્વજ્ઞ ભગવાને આ વિશ્વમાં જડ અને ચેતન એમ મુખ્યપણે બે પ્રકારના પદાર્થો જોયા, જાણ્યા, પ્રકાશ્યા છે. તે પદાર્થો યથાતથ્ય તેમજ છે એવી અંતરમાં આસ્થા, શ્રદ્ધા, પ્રતીતિ, દઢ નિર્ધાર થાય ત્યારે તેને તત્વજ્ઞાનીઓએ સમ્યગદર્શન કહ્યું છે. ૩ ૪. તે તે પદાર્થો યથાર્થ પ્રમાણપૂર્વક, અનુભવ જ્ઞાનપૂર્વક પિતાના જ્ઞાનમાં જણાય ત્યારે તે જ્ઞાનને સમ્યજ્ઞાન કહ્યું છે. આ સમ્યજ્ઞાનમાં, સંશય, વિભ્રમ અને વિમેહ એ ત્રણ, જ્ઞાનને મલીન કરનાર દોષ, દૂર થઈ જાય છે અને તેથી પદાર્થનું યથાતથ્ય સત્યસ્વરૂપે જ્ઞાન થાય છે. સંશય એટલે શુદ્ધ આત્મતત્વ આદિને પ્રતિપાદન કરનાર જે જ્ઞાન છે તે વીતરાગ, સર્વજ્ઞદ્વારા પ્રકાશિત સત્ય હશે કે અન્યમતમાં નિરૂપિત થયું છે તે સત્ય હશે એવી શંકા તે સંશય છે. જેમકે અંધારામાં વૃક્ષનું ટૂંકું જોઈને આ માણસ હશે કે હૂંઠું હશે? એમ વિચારવું તે સંશય, જેમ છીપમાં ચાંદીની ભ્રાંતિ થાય તેમ જે અનેકાન્તરૂપ વસ્તુ છે તેને આ નિત્ય જ છે, આ અનિત્ય જ છે, એમ એકાન્તરૂપે જાણવી તે વિભ્રમ દોષ છે. ચાલતાં પગમાં તૃણું આદિને સ્પર્શ થાય ત્યાં આ શાને સ્પર્શ થયે તે જેમ ખબર ન પડે તેમ, અથવા દિશા ભૂલી જવાય તેમ, એકબીજાની અપેક્ષા યુક્ત એવા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક સ્વરૂપ જે બે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org