________________
૨૨
[૭૨૪] પંથ પરમપદ વવાણિયા, કાર્તિક ૧૯૫૩
(ગીતિ) પંથ પરમપદ બળે, જેહ પ્રમાણે પરમ વીતરાગે, તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભક્તિરાગે. ૧ મૂળ પરમપદ કારણ, સમ્યક દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ. ૨ જે ચેતન જડ ભાવ, અવલોક્યા છે મુનીંદ્ર સર્વ; તેવી અંતર આસ્થા, પ્રગટયે દર્શન કહ્યું છે તત્ત્વ. ૩
પંથ પરમપદ ૧. પરમ વીતરાગ, સંપૂર્ણ રાગદ્વેષાદિ દેને ક્ષય થયે છે જેને એવા સર્વજ્ઞ ભગવાને પરમ પદને, મોક્ષને પંથ, માર્ગ જે પ્રમાણે ઉપદે છે તે પ્રમાણે તે સર્વોપરી ઉપદેશને અનુસરીને, તે પ્રભુને પરમ ભક્તિભાવે પ્રણામ કરીને, તે માર્ગ અહીં કહીશું કે જેથી સંસારતાપથી તપેલા ભવ્ય તેનો આશ્રય કરી મૂક્ષસુખને સાધી, સંસાર દુઃખથી મુક્ત થાય છે. ૧ ૨. મેક્ષરૂપ પરમપદનાં મૂળ કારણ સમ્યગ્દર્શન,સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્ર એ ત્રણેય એક અભેદ આત્મસ્વભાવરૂપે પૂર્ણપણે પરિણમે ત્યારે ત્યાં પરિપૂર્ણ શુદ્ધ સહજ આત્મદશારૂપ સમાધિ પ્રાપ્ત થાય. ૨ ૩. મેક્ષનાં મૂળ કારણમાં સૌથી પ્રથમ સમ્યગ્દર્શન કર્યું તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org