________________
૧૬
પ્રસ્તાવના અદ્દભુત જ્ઞાનાવતાર, પરમ શાંત શીતળ ઉચ્ચતમ વિદેહીદશાવિભૂષિત, સ્વરૂપમગ્ન, તત્ત્વજ્ઞશિરોમણિ શ્રીમદ્ રાજચંદ્ર જેવી વિશ્વની અલૌકિક વિરલ વીતરાગ વિભૂતિના પુણ્યશ્લેક નામની યા અક્ષરદેહની કીર્તિસૌરભ આજે સર્વત્ર પ્રસરતી જાય છે, અર્થાત્ સૌ કેઈ તેથી સુપરિચિત થતું જાય છે, એટલું જ નહિ પણ તેમના અલૌકિક સગુણેથી આકર્ષાઈ, તેમના લબ્ધ સાહિત્યથી મુગ્ધ બની, અધ્યાત્મરસિક, ગુણજ્ઞ જિજ્ઞાસુઓ તે તેના અભ્યાસ, વાંચન, મનન, પરિશીલનથી સ્વ૫ર શ્રેય સાધવા ઉત્સુક બની, તેની જ વિચારણામાં નિમગ્ન રહી, સ્વરૂપસિદ્ધિ સાધવા સદાય પ્રયત્નશીલ જણાય છે, એ આધ્યાત્મિક આર્ય સંસ્કૃતિની સર્વોપરિતાની બલિહારી છે!
શ્રીમનું તત્વજ્ઞાન જિજ્ઞાસુ ગુણજ્ઞ સાધકોને તેમજ મધ્યસ્થ વિચારકેને, ઊંડી વિચારણાથી, ઘણું જ ઉંચી ભૂમિકા પર્યત માર્ગદર્શક બની, ઉપકારક અને પરમ શ્રેયસ્કર થવા ગ્ય છે, એમ ભાસ્યા વિના રહે તેમ નથી. - જડવાદની પ્રાધાન્યતા અને અધ્યાત્મવાદની ગૌણુતા, હીનતા પ્રાચે થતી જતી હોવાથી વર્તમાન કાળ પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુઓને પરમાર્થપ્રાપ્તિ માટે પ્રતિકૂળ થતે જતો હોવા છતાં આવા મહાપુરુષરૂપ નરરત્નને વા તેમના અમૂલ્ય અક્ષરદેહરૂપ સર્વોત્તમ સાહિત્યને વેગ, આધાર, આવા દુષમ કાળમાં પરમ આશીર્વાદરૂપ, પરમ દુર્લભ અને અમૂલ્ય લાભ હજુ પ્રાપ્ત થઈ શકે છે એ આપણું અહોભાગ્ય!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org