________________
૧૩૮
શ્રીમદ્ રાજચંદ્રકાવ્ય-અમૃત-ઝરણાં એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે,
અને જવા અનાદિ બંધ; મળ૦ ઉપદેશ સદગુરુને પામવે રે,
ટાળી સ્વછંદને પ્રતિબંધ. મળ૦ ૧૦ ૧૦. એવાં મૂળ જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય અને અનાદિના કર્મબંધ ટળી જઈ જીવ મુક્ત થાય તે માટે આત્મજ્ઞાની સદ્ગુરુને ઉપદેશ પામ જોઈએ; અને તે ઉપદેશ અંતરમાં પરિણમે તે માટે તેમાં મુખ્ય વિશ્વરૂપ સ્વછંદ અને પ્રતિબંધને ત્યાગ કરે જોઈએ.
અજ્ઞાનદશા ટાળવા માટે જ્ઞાની પરમકૃપાળુ સદ્ગુરુનું શરણું, બેધ, ભક્તિ, આજ્ઞા સર્વાર્પણપણે આરાધાય તો એ જ સર્વોપરી સાધન છે. તે સાધન સફળ ન થવા દે એ સ્વછંદ તે મહાન શત્રુ છે. પરમાર્થના નામે જપ, તપાદિ પિતાની મેળે પિતાને ગમે તેવાં સાધનો કર્યા જવાં અને હું પરમાર્થ સાધુ છું એમ માનવું, તેમજ પિતે પરમાર્થ જા નથી છતાં આ હું જાણું છું, હું સમજું છું તેમજ પરમાર્થ છે, અથવા પરમાર્થ આમ હોય, કે તેમ હોય ઈત્યાદિ પિતાની કલ્પના પ્રમાણે પરમાર્થને આગ્રહ રાખી તેવી પ્રવર્તન કરવી તે સ્વચ્છેદ છે. જ્ઞાનીની આજ્ઞા આરાધવા તથારૂપ અવકાશ પ્રાપ્ત ન થવા દે અથવા વિજ્ઞરૂપ બને તેવાં જે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી, મેહાધીન એવા જીવને મળી રહેવાનાં, બંધાઈ રહેવાનાં નિમિત્તો થાય છે તે સર્વ પ્રતિબંધ છે. લેકસંબંધી બંધન, સ્વજન કુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન અને સંકલ્પ-વિકલ્પરૂપ બંધન એ ચાર મુખ્ય પ્રતિબંધ કહ્યા છે. સંબંધી બંધન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org