________________
મૂળમાગ રહસ્ય
૧૩૭ તે ત્રણે અભેદ પરિણામથી રે, - જ્યારે તે તે આત્મારૂપ; મૂળ તેહ મારગ જિનને પામિયે રે,
કિંવા પાપે તે નિજસ્વરૂપ, મુળ૦ ૯
પરિણમતી હતી તે ત્યાંથી પાછી વળી, અંતર્મુખ થઈ એક પિતાના સહજ સ્વરૂપ આત્મામાં જ, આત્મભાવમાં જ સ્થિર થાય તે આત્મસ્થિરતા કે આત્મરમતારૂપ આત્માની અંતરંગ ચર્યા તેને ભગવાને ચારિત્ર કહ્યું છે. તે અણલિંગ–અલિંગ ચારિત્ર છે, અલિંગ–આત્મચારિત્ર છે, ભાવ ચારિત્ર છે. આ ભાવલિંગ જ મુખ્ય છે. ૮ ૯. આત્માના આ ત્રણેય ગુણે આત્માથી જુદા નથી, આત્મારૂપ છે. જ્ઞાન તે આત્મા છે, દર્શન તે આત્મા છે, ચાસ્ત્રિ તે આત્મા છે. વ્યવહારને જાણનાર તે આત્મા, માનનાર તે આત્મા, પ્રવર્તનાર તે આત્મા એમ ભેદ સંભવે છે. પરંતુ નિશ્ચયથી તે ત્રણે આત્મસ્વભાવરૂપ હેવાથી અભેદપણે એક આત્મા જ છે. તેથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે આત્મા જ્યારે પરિણમે ત્યારે ત્રણે ગુણો અભેદપણે એક આત્મારૂપ પ્રવર્તતા હેવાથી આત્મસ્વભાવની પ્રગટતા થાય છે. અને તે જ પરમાથે જિનેન્દ્રોએ પ્રબોધેલ મેક્ષને મૂળમાર્ગ છે. અથવા તે જ અનંત સુખસ્વરૂપ નિજ શુદ્ધ સહજ આત્મસ્વરૂપરૂપ પરમાર્થની પ્રાપ્તિ છે. ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org