________________
૧૩૬
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું જે જ્ઞાન કરીને જાણિયું રે,
તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; મૂળ૦ કહ્યું ભગવંતે દશન તેહને રે,
જેનું બીજું નામ સમકિત. મૂળ૦ ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે,
જાણે સર્વેથી ભિન્ન અસંગ; મૂળ૦ તે સ્થિર સ્વભાવ તે ઊપજે રે,
નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ૦ ૮
૭ સદૂગુરુના જ્વલંત બેધના પ્રતાપે, તેની આરાધનાથી, તેની વિચારણાથી પિતાને જ્ઞાન જાગૃતિ થઈ અને તેથી એમ જાણ્યું કે પોતે તે દેહાદિથી ભિન્ન અજર અમર અવિનાશી જ્ઞાતાદષ્ટા સહજ સ્વરૂપ એ શાશ્વત આત્મા છે અને દેહાદિ સર્વ જડ સંગ સંબંધે પિતાનાથી સાવ જુદા વિનાશી અને અન્ય છે. તે કદી પોતાનું સ્વરૂપ નથી. એમ સર્વથી ભિન્ન પિતાના આત્માને જે જ્ઞાન કરીને જાણે તેની નિઃશંકપણે પ્રતીતિ શ્રદ્ધા નિર્ધાર અડેલ અચળ સદાય જાગૃત રહે તેને ભગવાને દર્શન, સમ્યગ્દર્શન, કહ્યું છે, જેનું બીજું નામ સમકિત છે. ૭ ૮ પિતાના આત્માને દેહાદિ સર્વ અન્યથી ભિન્ન અસંગ જાણ તેજ્ઞાનતેવી દઢ પ્રતીતિ, શ્રદ્ધા, રુચિ અચળપણે અખંડ જાગૃત રહેવી તે દર્શન; અને તે દર્શન અને જ્ઞાનના પ્રતાપે, આત્માની વૃત્તિ આત્મામાંથી બહાર બાહ્યભામાં અન્યમાં જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org