________________
મૂળમા રહસ્ય
૧૩૫
એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનુ નામ ખાસ. મૂળ૦ ૬
શરીર તે હું નથી. શરીર મારું સ્વરૂપ નથી. તે પછી તેથી ભિન્ન એવાં વચન, મન, ધન, સ્વજન આદિ સ અન્ય તે મારાં થઈ શકે જ કેમ ? શરીરાદિ મારાથી ભિન્ન તે હું નહિ, તે મારું સ્વરૂપ નહિ, પણ સદાય ઉપયેાગ લક્ષણવાળા, અવિનાશી, સિદ્ધસમાન, શુદ્ધ યુદ્ધ ચૈતન્યધન સ્વયં યાતિ સુખધામ, જ્ઞાનીના જ્ઞાનમાં ભાસ્યમાન છે તેવા હું સહજ સ્વરૂપ આત્મા છું. એમ જે જ્ઞાની ગુરુની કૃપાથી અંતર્મુખ ષ્ટિ પામી પેાતાને પરથી ભિન્ન આત્મારૂપ જાણે, પરિણમે તે સાક્ષાત્ અનુભવ અમૃતને પામી ધન્યરૂપ અને, તેનુ' જે જાણવું તે ખાસ જ્ઞાન, યથાર્થ જ્ઞાન કહેવાય, કારણ તે જ્ઞાન મેાક્ષાથે યથાર્થ કાર્ય કારી છે, સફળ છે.
પરંતુ પેાતાના આત્માને જાણ્યા વિનાનુ ં અન્ય અનેક પ્રકારનું જ્ઞાન, શાસ્ત્રજ્ઞાન, ભાષાજ્ઞાન આદિ સં અજ્ઞાન છે. તેમજ અનુભવી ગુરુની કૃપાપ્રસાદી વિના સ્વચ્છ દે કે અજ્ઞાની પાસેથી તે જ્ઞાન પ્રાપ્ત થવા યાગ્ય નથી.
આત્મજ્ઞાની ગુરુની કૃપાથી જીવ ગુરુગમ પામી, અંતમુ ખ દૃષ્ટિ સાધ્ય કરી ભેદજ્ઞાનના સતત અભ્યાસથી સ્વાનુભવ પ્રકાશને પામે છે. તેનુ જ્ઞાન તે સમ્યજ્ઞાન, મેાક્ષના હેતુરૂપ હેાવાથી યથાર્થ, ખાસ જ્ઞાન કહ્યું છે. ૬
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org