________________
૧૩૪
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું
છે દેહાદિથી ભિન્ન આત્મા રે,
ઉપગી સદા અવિનાશ; મૂળ૦
૬ દેહાદિથી ભિન્ન, સદાય ઉપગ લક્ષણવાળે, ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ આત્મા પિતે છે એમ જ્ઞાની ગુરુના ઉપદેશથી જાણે તેને ખાસ યથાર્થ જ્ઞાન કહ્યું છે.
શરીરમાં રહેલે છતાં શરીરાદિથી એટલે મન, વચન, કાયા, ઈન્દ્રિય ઈત્યાદિ સર્વથી ભિન્ન એ જે, સર્વને જાણે છે, દેખે છે, સુખદુઃખને અનુભવે છે, તે જ્ઞાનસ્વરૂપ અરૂપી એ આત્મા છે. તે અવિનાશી એટલે નાશરહિત ત્રણે કાળ આત્મારૂપે જ ટકીને રહે તે શાશ્વત પદાર્થ છે; જાણવા-દેખાવારૂપ ઉપયોગ એ એનું લક્ષણ એનામાં સદાય વિદ્યમાન છે તે વડે તેને લક્ષ થઈ શકે છે. તેની ઓળખાણ થઈ શકે છે.
જ્ઞાનીઓએ અંતરમાં ભેદજ્ઞાનના સતત અભ્યાસથી તવદષ્ટિ પ્રાપ્ત કરીને એ આત્માના યથાર્થ સ્વરૂપને જાણ્યું, જેયું, અનુભવ્યું, યાવત્ તેમાં જ શરમાઈ ગયા, અર્થાત્ પરમાત્મારૂપ બન્યા. પૂર્વે થયેલા અનંત જ્ઞાનીઓએ એ આત્મા જે જા, જોયે, અનુભવ્યું તે જ સિદ્ધ સમાન શુદ્ધ આત્મા પરમ કૃપાળુ સદ્ગુરુ દેવે જાણે છે, જે છે, અનુભવ્યું છે, પ્રકા છે. અર્થાત તે જ આમરમણતામાં નિરંતર નિમગ્નતાથી ધન્યરૂપ બન્યા છે. અનુભવરૂપ અમૃત રસના આહૂલાદમાં નિરંતર નિમગ્ન એવા જ્ઞાની સદ્ગુરુદેવે એ આત્મા જે જાણ, બળે તેવા જ તે યથાર્થ છે. તે આત્મા જ હું છું. તે જ મારું સ્વરૂપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org