________________
૧૩૩.
મૂળમાર્ગ રહસ્ય પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે,
તે તે ત્રણે કાળે અભેદ. મૂળ૦ ૪ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દને રે,
સંક્ષેપે સુણે પરમાર્થ; મૂળ, તેને જોતાં વિચારી વિશેષથી રે,
સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ૦ ૫ કવચિત્ ભેદ સંભવે છે. જેમકે ચાર મહાવ્રત દેશકાળને અનુલક્ષીને પ્રકારાન્તરે પાંચ મહાવ્રતરૂપે પ્રરૂપ્યાં છે. તેમજ તાંબરપણું, દિગંબરપણું આદિ બાહ્યવેષ આચાર આદિમાં દેશ કાળ પ્રમાણે ભેદ દષ્ટિગોચર થાય છે. છતાં સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની શુદ્ધતાથી દર્શન મેહ, ચારિત્રમોહ આદિ સર્વ કર્મને ક્ષય થઈ કેવળજ્ઞાનાદિ પ્રગટ થઈ, આત્માની સંપૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. એ સિદ્ધાંતમાં ક્યાંય ક્યારેય ભેદ નથી.
એક હેય ત્રણ કાળમાં, પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત.
–શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર.૪ ૫ જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધતાથી મેક્ષરૂપ પરમપદની પ્રાપ્તિ થાય છે, તે તે જ્ઞાન-દર્શનચારિત્ર શબ્દોને પરમાર્થ, ઉત્કૃષ્ટ રહસ્યાર્થ શું છે? તે હવે સાંભળે, સાંભળીને તે પરમાર્થ શાંત ચિત્તે લક્ષમાં લે. તેને વિસ્તારથી વિશેષ પ્રકારે વિચારીને તેનું ઊંડું રહસ્ય હૃદયગત કરે. તે સર્વ શ્રેષ્ટ આત્મહિત સુગમપણે સમજાશે, સધાશે, યાવત્ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ અજરામર પદરૂપ આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે. ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org