________________
મૂળમાર્ગ રહસ્ય
૧૩૧ કરી જે જે વચનની તુલના રે,
જેજે શેધીને જિનસિદ્ધાંત; મૂળ, માત્ર કહેવું પરમારથ હેતુથી રે,
કેઈ પામે મુમુક્ષુ વાત. મૂળ૦ ૨ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે,
એકપણે અને અવિરુદ્ધ; મૂળ,
નિષ્કારણ કરૂણાશીલ ભગવાને કહેલા આ અમૂલ્ય પરમાર્થને સાવધાન ચિત્તે, એકાગ્રતાપૂર્વક સાંભળે. તેના શ્રવણ મનન પરિશીલનથી આત્મશ્રેયને સાધે. ૧ ૨ શુકલ અંત:કરણથી આ વચનને તમે ન્યાયને કાંટે તેળી જેજે અથવા જિન ભગવાને કહેલા શાસ્ત્રોના સિદ્ધાંતો સાથે સરખાવી જેજે. તે તમને તેની સંપૂર્ણ સત્યતા દૃષ્ટિગોચર થશે. આ મૂળમાર્ગ રહસ્યને અત્રે જે પ્રકાશ કરીએ છીએ તે માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી અને કેવળ પરમાર્થ હેતુથી, અન્ય કેઈ લૌકિક હેતુથી નહિ જ. સંસાર દુઃખ દાવાનળથી દાઝતા પરમાર્થરૂપ અમૃતપાનના પિપાસુ કેઈમેક્ષાથી ભવ્યો, આત્મશાંતિને શાશ્વતમાર્ગ પામી જન્મમરણરૂપ સંસારથી મુક્ત થઈ પરમાનંદનું ધામ એવું સિદ્ધપદ પામી પરમ કૃતાર્થ થાય એ હેતુએ અત્રે આ રહસ્ય કહ્યું છે. ૨ ૩ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયરૂપ આત્માને સ્વભાવ છે. પોતાના આત્માની આત્મારૂપે યથાર્થ ઓળખાણ તે જ્ઞાન, તેની પ્રતીતિ તે દર્શન અને તેમાં વૃત્તિની સ્થિરતા તે ચારિત્ર, આ ત્રણેય આત્માના ગુણ અજ્ઞાન અવસ્થામાં વિપરીતપણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org