________________
૨૧
[પર૩-૭૧૫]
મૂળમાર્ગ રહસ્ય આણંદ,આ સુદ ૧
૧૯પર
મૂળ મારગ સાંભળે જિનને રે,
કરી વૃત્તિ અખંડ સન્મુખ; મૂળ૦ ને ય પૂજાદિની જે કામના રે,
નેય વહાલું અંતર ભવદુઃખ. મૂળ૦ ૧
મૂળમાર્ગ રહસ્ય ૧. હે ભળે! શ્રીમદ્ વીતરાગ જિનેશ્વર ભગવાને પ્રરૂપેલે મોક્ષને મૂળ માર્ગ, સનાતન સન્માર્ગ,તમે વૃત્તિને અખંડ સન્મુખ કરીને સાંભળે. પૂજા, સત્કાર, માન, મહત્તા આદિ કેઈ સ્વાર્થના કારણે આ માર્ગ કહેવાનું થતું નથી. તેમ ભગવાને કહ્યું છે તેથી અન્યથા કહી, ઉસૂત્રપ્રરૂપણાથી ઉન્માર્ગ બધી, ભવવૃદ્ધિ થાય તેવું દુઃખ અંતરમાં અમને પ્રિય નથી.
તમે જે આત્મહિતને ઈચ્છતા હે, વળી તમને જે લૌકિક પૂજા, પ્રતિષ્ઠા માન મેટાઈની કામના ન હોય, તેમજ જન્મમરણદિ અનંત ભવદુઃખને ત્રાસ લાગે હોય અને અંતરમાં તે દુઃખ ગમતાં ન હોય તેમજ કારાગૃહરૂપ તે બંધનથી છૂટવાની હવે જે તીવ્રતા જાગી હોય તે ચિત્તવૃત્તિ બાહ્યપદાર્થોમાં
જ્યાં ત્યાં ભટકે છે તેને રેકીને, સર્વ શાસ્ત્રોના સારરૂપ આ મૂળમાર્ગ રહસ્યરૂપ સાધમાં અખંડપણે તેને સન્મુખ કરીને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org