________________
જ્ઞાન મીમાંસા
૧૨૯
મહામ્ય અપૂર્વ અનુપમ છે. સમકિત સહિતનું જ્ઞાન સમ્ય જ્ઞાન કહેવાય છે. તે થોડું હોય તે પણ તે યથાર્થ જ્ઞાન છે. જેમ સાચો અગ્નિ અ૫ હેાય તે પણ લાખો મણ રૂને ક્ષણમાં બાળી ભસ્મ કરે છે પણ કાગળમાં લખેલે અગ્નિ લાખ મણ હોય તે પણ કંઈ કાર્યકારી થતો નથી. તેમ શાસ્ત્રજ્ઞાન એકલું કાર્યકારી થતું નથી. પરંતુ સમકિત સહિતનું સર્વ જ્ઞાન સફળ થાય છે. તે અલ્પ હોય તો પણ એકદમ વૃદ્ધિ પામી ધ્યાનની શ્રેણીથી સર્વ કર્મના સમૂહને બાળી ભમ કરવા સમર્થ થાય છે.
તેથી અનંતાનુબંધી આદિ સર્વ કષાયને ક્ષય થઈ મેહનીય કર્મને પરાજય થઈ, કેવળજ્ઞાન પ્રગટ થતાં જીવ સંપૂર્ણ સર્વજ્ઞ અને સર્વદશી થઈ અનંત સુખમય જગતશિરોમણિ શાશ્વત સિદ્ધપદમાં વિરાજમાન થાય છે. - તેથી આત્મજ્ઞાનીના સભ્યજ્ઞાનની જ બલિહારી છે. તે જ યથાર્થ જ્ઞાન છે. તેને મહિમા અપૂર્વ છે. તેને જ આશ્રય કરીને હે ભો! તમે સમ્યજ્ઞાનદશા પામી અનંત સંસાર બંધને છેદીને કૃતાર્થ થાઓ. ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org