________________
જ્ઞાન મીમાંસા
૧૨૭ ચાર વેદ પુરાણ આદિ, શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં,
શ્રીનંદિસૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એજ ઠેકાણે ઠરે, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભ સાંભળો. ૭ જ્ઞાની પાસેથી સમજવામાં આવે તો તે ક્ષાર્થને સાધનાર હોવાથી જ્ઞાન કહેવાય. બાકી પિતાની કલ્પનાથી કેટિશાસ્ત્રો ભણાય કે ઉપદેશાય તો પણ તે બીજજ્ઞાન કે નિજસ્વરૂપ જ્ઞાન રહિત હોવાથી અજ્ઞાન છે. માત્ર મનને સંકલ્પ વિકલ્પરૂપ જાળામાં ઘુચવવારૂપ આમળે કિંવા અવળે વળ છે. તે મનને મોક્ષરૂપ પરમપદમાં પ્રગતિ માટે નિર્વિકલ્પ સમાધિપ્રદ મદદરૂપન થાય પણ મન તેમાં જ થંચાઈ રહી સંકલ્પવિકલ્પની વૃદ્ધિથી સ્વહિત ચૂકી જાય. જ્યારે “મારુષ માતુષ મુનિને માત્ર આ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિરૂપ આઠ પ્રવચનમાતા જેટલું અલ્પજ્ઞાન જ્ઞાની ગુરુ પાસેથી પ્રાપ્ત થયું હતું, તે જ્ઞાનના પ્રતાપે વિશેષ જ્ઞાનને ક્ષપશમ નહોતો છતાં, આજ્ઞાની ઉપાસનાથી, ભાવ અને ઉલ્લાસ વધી જતાં તે કેવળજ્ઞાન પામી સિદ્ધપદને પામ્યા. આમ આ આઠ સમિતિને પરમાર્થ જે જ્ઞાની પાસેથી પ્રાપ્ત થાય તે તેને મેક્ષાથે ઉપકારી હોવાથી જ્ઞાન કહ્યું છે. અત્રે શાસ્ત્રાભ્યાસને નિષેધ નથી પરંતુ નિજકલ્પનાને નિષેધ છે.
ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ એમ સામાન્યપણે કહેવાય છે પણ અત્રે આઠ સમિતિ એમ કહી બનેને તેમાં અંતર્ભાવ કર્યો છે તે સકારણ છે. સમિતિસમ+ ઈતિ=સમ્યફ આત્મપ્રવૃત્તિ એમ પરમાર્થ લેતાં તે સમજાવા ચગ્ય છે. ૬ ૭. નંદિસૂત્રમાં જ્યાં સિદ્ધાંતના ભેદ એટલે પ્રકાર કહ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org