________________
૧૨૪
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું કેવળ નહિ બ્રહ્મચર્યથી,
કેવળ નહિ સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભ સાંભળો. ૪ વ્યક્ત કે અવ્યક્ત રીતે સંસાર વાસનાનું મૂળ વિદ્યમાન હેવાથી સંસારસુખ, સ્વર્ગાદિના દિવ્યભેગ આદિની કામના કે નિદાન બુદ્ધિ રહે છે, તેથી તે મોક્ષાર્થે સફળ થતા નથી. પાંચમા અંગમાં, ભગવતી સૂત્રમાં એ વિષે કેવળ નિર્મળ બોધ પ્રકા છે. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન યથાર્થ જ્ઞાન છે અને તેથી તેનો વૈરાગ્ય વાસ્તવિક વૈરાગ્ય છે. વિષયભેગની આસક્તિનું મૂળ તેમાંથી ગયું હોવાથી તેનાં પચખાણાદિ સર્વ ત્યાગ એક મેક્ષાર્થે જ થાય છે. માટે પચખાણ આદિને આગ્રહ કરવા કરતાં સમ્યગ્દર્શન પ્રાપ્તિ માટે પ્રથમ લક્ષ અને પુરુષાર્થ કર્તવ્ય છે. જેથી યથાર્થ જ્ઞાન વૈરાગ્ય ત્યાગ આદિની પ્રાપ્તિ થઈ મેક્ષાર્થ સાધ્ય થાય છે. ૩
૪. પાંચ મહાવ્રતમાં બ્રહ્મચર્ય એ સર્વોપરી વ્રત ગયું છે, પરંતુ તેથી પણ જ્ઞાન થતું નથી. ઉપલક્ષણથી પાંચેય મહાવ્રત ધારણ કરી, સાધુપણું ગ્રહણ કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અથવા જ્ઞાન થઈ ગયું એમ નથી. અર્થાત્ સર્વવિરતિ, સર્વત્યાગ ગ્રહણ કરી સંયમનું પાલન કરવાથી પણ જ્ઞાન થયું એમ ગણાય નહિ. જ્ઞાનપ્રાપ્તિનું અનન્ય કારણ તે કેવળ શુદ્ધ આત્મા છે, તેનો અનુભવ છે. તેથી દેહાદિથી ભિન્ન નિજ નિર્મળ ચેતન્યઘન આત્માને અંતરભેદ જાગૃતિપૂર્વક ગષે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org