________________
૧રર
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં નહીં ગ્રંથમાંહિ જ્ઞાન ભાખ્યું જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્ર જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહીં ભાષા ઠરી; નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળે, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. ૨ તેથી તેને આગમ, શાસ્ત્રોમાં અજ્ઞાન જ કહ્યું છે. એ પૂર્વ આદિનું જ્ઞાન ભગવાને એટલા માટે પ્રકાર્યું છે કે જીવ પોતાના અજ્ઞાન રાગદ્વેષાદિને, કર્મમળને ટાળીને શુદ્ધ નિર્મળ નિજ આત્મ તત્વની પ્રાપ્તિ કરી કૃતાર્થ થાય.
એટલા માટે શાસ્ત્રાભ્યાસથી કે જ્ઞાનીના બોધના શ્રવણથી જીવ બહિર્મુખદષ્ટિ ત્યાગી અંતર્મુખદષ્ટિ સાધ્ય કરી પિતાને આત્મતત્ત્વને જોવામાં જાણવામાં અનુભવવામાં જાગૃત થાય, તથારૂપ પરિણતિ પામી પોતાના અજ્ઞાનાદિ દોષ ટાળી નિજ શુદ્ધ સહજ આત્મસ્વરૂપને પ્રગટાવે છે તે જ્ઞાનાભ્યાસ સફળ થાય અને તે તે સર્વ જ્ઞાનને જિનેન્દ્ર ભગવાને સમ્યજ્ઞાન યા યથાર્થ જ્ઞાન કહ્યું છે. ૧ ૨ જ્ઞાન તે આત્માને ગુણ છે તેથી ચેતનરૂપ છે. તે આત્માને જેણે અનુભવ કર્યો છે, સાક્ષાત્કાર કર્યો છે તેવા જ્ઞાની પુરુષ પોતે પ્રગટ જ્ઞાનમૂર્તિ છે. તે દેહમાં રહેવા છતાં દેહાતીત દશામાં વિચરતાં, સાક્ષાત્ જ્ઞાન પરિણતિથી કેવી અદ્ભુત રીતે અકળદશામાં અંતરંગ ચેષ્ઠાપૂર્વક પ્રવર્તે છે તે વિચારવા ગ્ય છે, લક્ષમાં લેવાયેગ્ય છે, અનુભવવા ગ્ય છે. પિતાના સ્વરૂપનું જ્ઞાન, અનુભવ ત્યાંથી પ્રાપ્ત થવાયેગ્ય છે. માટે હે ભ, ત્યાંથી જ તેની પ્રાપ્તિ કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org