________________
૧૨૦
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં એહિ નહિ હૈ કલ્પના, એહિ નહિ વિભંગ, જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ. ૭ ૭. આ કથન તે માત્ર કલ્પના એટલે અસત્ય નથી. તેમ વિભંગ એટલે મિથ્યાજ્ઞાન કે અજ્ઞાન નથી પણ યથાર્થ સત્ય છે, કે જ્યારે આત્મા જાગૃત થશે, પિતાની વર્તમાન બંધનયુક્ત દુઃખમય દશાને ટાળવા કટિબદ્ધ થઈ પુરુષાર્થ યુક્ત થશે, ત્યારે જ તેને સતનો રંગ લાગશે. ત્યારે જ તેને સસ્વરૂપ જ્ઞાનીઓ, તેમની સને પ્રાપ્ત કરાવનારી અપૂર્વ આશા, ઉપદેશ આદિ પ્રત્યે ભાવ ભક્તિ ઉલ્લાસ પ્રેમને પ્રવાહ વધી જશે અને ત્યારે જ કૃતાર્થતાનો માગ પ્રાપ્ત થશે. ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org