________________
આસ્રવ સંવર
૧૧૯ એહિ દિશાકી મૂઢતા, હૈ નહિ જિપે ભાવ; જિનમેં ભાવ બિનુ કબૂ, નહિ છૂટત દુઃખદાવ. ૫ વ્યવહારસે દેવ જિન, નિહચેલેં હૈ આપ; એહિ બચનસે સમજ લે જિનપ્રવચનકી છાપ. ૬ ન જાયે ત્યાં સુધી ગમે તે જાણ્યું કે જ્ઞાનપ્રાપ્તિના ગમે તે ઉપાયે કર્યા તે સર્વ વ્યર્થ છે, નિષ્ફળ છે. આત્મજ્ઞાન સિવાય બીજાં સર્વ જ્ઞાન નિરર્થક છે. ૪ પ. અનાદિથી આ જીવ દિશામૂઢ થયેલ છે. તેથી તેને સંસારમાં, દેહમાં, પરમાં, ભાવ પ્રેમ ઉલ્લાસ આવે છે, જે બંધનું કારણ થાય છે પરંતુ જિન ભગવાન જે અબદ્ધ, મુક્ત છે તેમના ઉપર ભાવ પ્રેમ ઉલ્લાસ આવતો નથી. અને ભગવાન ઉપર ઉત્કૃષ્ટ ભાવ, ભક્તિ, આવ્યા વિના આ દુઃખદાવ, સંસાર પરિભ્રમણને પ્રસંગ કદાપિ છૂટનાર નથી. ૬. વ્યવહારનયથી જિન ભગવાન એ સદેવ છે. જે સ્વરૂપાનંદમાં રમણત કરે તે દેવ. નિશ્ચયથી તે પિતાને આત્મા એ જ દેવ છે. જિન ભગવાનની ભક્તિથી તેમના સત સ્વરૂપને લક્ષ થતાં, તેમની અંતરંગ ચેષ્ટા પ્રત્યે વૃત્તિ એકાગ્રપણે ઉલ્લાસિત થતાં, પિતાના આત્માનું ભાન પ્રગટે છે, અને પિતે પણ સ્વરૂપમણુતારૂપ દેવપદને સાક્ષાત્કાર કરે છે. તેથી નિશ્ચયે પિતાને દેવ પિતાનો આત્મા જ છે, એ વચનથી જિન પ્રવચનને પ્રભાવ, તેનું અચિંત્ય મહાસ્ય સમજવાયેગ્ય છે. ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org