________________
આસવ સંવર
૧૧૭ રચના જિન ઉપદેશકી, પરામ તિન કાલ; ઈનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ. ૨ બેધે, વિપરીત માન્યતા મૂકી દે અને પિતાનું જે આત્મસ્વરૂપ, જ્ઞાની ભગવંતે કહ્યું છે, તેવું “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયંતિ સુખધામ,” જેમ છે તેમ યથાર્થ માન્ય કરે, તેમાં ઉપયોગની સ્થિરતા કરે, તો સ્વયં કર્મબંધથી લેવાતું નથી અને મુક્ત થાય છે. એટલે માત્ર દષ્ટિની જ ભૂલ છે. અને એ ભૂલ માટે, દષ્ટિ બાહ્યમાંથી હઠી જઈ અંતર્મુખ થાય તે કમેને આસવ કે બંધ ટળી જઈ સ્વયં સંવર નિર્જરા યુક્ત થઈ અબદ્ધ મુક્ત જ્ઞાનમય દશાને પામી કૃતાર્થ થાય. ૧ ૨. સર્વજ્ઞ સર્વદશી એવા જિનેશ્વર ભગવાનના ઉપદેશની રચના ત્રણે કાળમાં સર્વોત્તમ છે. છએ દર્શન અથવા બધા જ ધર્મમતે પિતપોતાના મતની સંભાળ કરતાં છતાં એક વીતરાગ દર્શનમાં સમાવેશ પામી જાય છે. ભગવાનને ઉપદેશ સ્યાદ્વાદશૈલીથી યુક્ત છે, તેમાં જીવાદિ પ્રત્યેક પદાર્થોમાં જે અનંત ગુણધર્મો છે તે સર્વને અનુલક્ષીને અપેક્ષા સહિત તેમને ઉપદેશ હોવાથી તે એકાંત કે અપૂર્ણ નથી પરંતુ અનેકાંત અને સંપૂર્ણ છે. તેથી બીજા ગુણધર્મોની અપેક્ષા રહિત, એકાદ ધર્મને મુખ્ય કરીને પ્રરૂપતાં એવાં અન્ય દર્શને, ધર્મમતે, પિતા પોતાના મતની પ્રરૂપણું, સંભાળ કરતાં છતાં પણ, આ સાપેક્ષ સર્વગ્રાહી અને સંપૂર્ણ એવા સ્યાદ્વાદ દર્શનમાં સમાવેશ પામી જાય છે. અર્થાત્ સર્વ અન્યમતને સરવાળે વીતરાગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org